મકાઇનો ચારો ચરી ગયા બાદ 23 ગૌમાતાના મોત : 50ને ઝેરી અસર

10 April 2021 01:01 AM
kutch
  • મકાઇનો ચારો ચરી ગયા બાદ 23 
ગૌમાતાના મોત : 50ને ઝેરી અસર

કચ્છના સરહદી ગામ દહિસરાની સીમમાં બનેલ બનાવ : પશુપાલકોમાં ભારે ચિંતા

ભૂજ તા.9
સરહદી જિલ્લા કચ્છના દહીસરા ગામમાં બનેલી કરુણાંતિકામાં એક માલધારીની 150 જેટલી ગાયોનું ધણ ચરિયાણ કરી ગામમાં પરત ફરી રહ્યું હતું ત્યારે 50 જેટલી ગાયોને મકાઇના ચારાની ઝેરી અસર થવા લાગતા 23 ગાયોના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી. હાલ 37 જેટલી ગાયમાતાઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે મળતી વધુ માહિતી અનુસાર ગામના એક ખેતરમાં મકાઇના પાકમાં યુરીયા ખાતર નાખવામાં આવ્યું હતું. સામાન્ય રીતે મકાઈના પાકને પૂરતું પાણી ન મળે તો તે ચારો ઝેરી બની જાય છે. ગાયોનો ધણ પરત ગામમાં આવી રહ્યો હતો ત્યારે ધણમાંથી 50 જેટલી ગાયોએ આ ચારો આરોગ્યો હતો અને ગામમાં પહોંચતા પહેલા જ ટપો ટપ મોતને ભેટવા માંડી હતી. માલધારીઓ તાત્કાલીક હરતા ફરતા પશુ દવાખાનાનો સંપર્ક કર્યો હતો જેથી પશુ દવાખાનાની ટીમના પશુ ચિકિત્સક પ્રિયાંશી યાદવ, સુનીલ પટેલે ગાયોની સારવાર શરૂ કરી હતી તેમ છતા 23 ગાયોના મોત નિપજ્યા હતા જયારે ઝેરી અસર થયેલી બાકીની 37 ગાયોની સારવાર શરૂ કરાઇ હતી.


Loading...
Advertisement