કચ્છમાં પોલીસ કર્મચારીઓની બદલી

10 April 2021 01:25 AM
kutch Saurashtra
  • કચ્છમાં પોલીસ કર્મચારીઓની બદલી

(ગની કુંભાર) ભચાઉ તા. 9: ગાંધીધામ પોલીસ અધીક્ષક મયુર પાટિલ દ્વારા જીલ્લામાં બદલી પીએસઆઇ પી.કે. ગઢવી પેરોલ ફર્લોથી દુધઇ પોલીસ સ્ટેશન અને પીએસઆઇ એ.વી. પટેલ દુધઇથી સામખીયાળી પોલીસ સ્ટેશન (ફર્સ્ટ) માં બદલાયા છે. જયારે પીએસઆઇ એમ.એમ. જોષી અંજારથી સામખીયાળી (સેક્ધડ), પીએસઆઇ વી.જી. લાંબરિયા સામખીયાળીથી અંજાર (ભુવડ ઓ.પી.), પીએસઆઇ વી.એલ. પરમાર અંજારથી, લાકડિયા પો.સ્ટે. ઇન્ચાર્જ પી.આઇ., પીએસઆઇ કે.એલ. સોલંકી લાડીયા પોલીસ સ્ટેશનથી પેરોલ ફર્લો, પીએસઆઇ સી.બી. રાઠોડ ભચાઉથી અંજાર, પીએસઆઇ જી.કે. વહુનીયા ગાંધીધામ એ ડીવીઝનથી ગાંધીધામ બી ડીવીઝનમાં બદલાયા છે. પીએસઆઇ એન.કે. ચોધરી એસ.ઓ.જી.ને જીલ્લા ટ્રાફીકનો વધારાનો ચાર્જ બીજો હુકમ ન થાય ત્યાં સુધી સોંપાયો છે અને પીઆઇ એમ.એમ. જાડેજા સીપીઆઇ રાપરને રાપર પોલીસ સ્ટેશનનો વધારનો ચાર્જ અપાયો છે.


Related News

Loading...
Advertisement