કોવિશિલ્ડ છ માસ સુધી જ વાપરી શકાશે: WHO

10 April 2021 02:46 AM
Health India World
  • કોવિશિલ્ડ છ માસ સુધી જ વાપરી શકાશે: WHO

ભારતે વેકસીનની સેલ્ફ લાઈફ વધારી પણ વિશ્વ આરોગ્ય સંસ્થાને નામંજુર : નવ માસ નહી: સિરમની અરજી નકારાઈ

લંડન: ભારતમાં સૌથી વધુ અપાતી કોવિશિલ્ડ વેકસીન શેલ્ફ લાઈફ 3 માસ વધારવા માટેની સીરમ ઈન્સ્ટીટયુટની વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ ફગાવી દીધી છે. ડબલ્યુએચઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સિરમ એ જે ડેટા અને દસ્તાવેજો પુરા પાડયા છે તે પુરતા નથી અને તેથી તેની શેલ્ફ લાઈફ એટલે કે વેકસીન છ માસથી વધુ 3 માસ સુધી એકસપાયર નહી થાય તેવું કોઈ રીતે સાબીત થતુ નથી. ડબલ્યુએચઓએ ભારતમાં જે રીતે કોઈ કોવિશિલ્ડની લાઈફ 3 માસ વધારાઈ છે તે અંગે ભારતના ડ્રગ કંટ્રોલ ઓથોરીટી સાથે બેઠકની માંગ કરી છે. ભારતે અગાઉ જ આ શેલ્ફ લાઈફ વધારી દીધી છે અને હવે તે વેકસીન 9 માસ સુધી ઉપયોગમાં લઈ શકાશે તેવું જાહેર થયું છે. સિરમનો દાવો છે કે તેની વેકસીન નવ માસ સુધી ઉપયોગમાં લઈ શકાય તેમ છે.


Related News

Loading...
Advertisement