હવે સ્વાસ્થ્ય વીમો ખરીદતા જ થશે જૂની બીમારીઓ કવર

10 April 2021 03:10 AM
Health India
  • હવે સ્વાસ્થ્ય વીમો ખરીદતા જ થશે જૂની બીમારીઓ કવર

જૂના ગંભીર રોગોથી પીડિત લોકોને રાહત : અનેક વીમા કંપનીઓની સ્વાસ્થ્ય વીમામાં પહેલ

નવી દિલ્હી તા.9
સ્વાસ્થ્ય વીમો ખરીદ્યા બાદ પણ અગાઉથી મોજૂદ બીમારીઓનું કવર વીમા કંપનીઓ તત્કાલ ઉપલબ્ધ નહોતી કરાવતી. મોટાભાગની સ્વાસ્થ્ય વીમા કંપનીઓ પ્રી-એકઝીટીંગ ડિસીઝ (જૂના રોગો) માટે પ્રતીક્ષા સમયગાળો એક મહિનાથી લઈને બે વર્ષ સુધી રાખતી હતી પણ હવે આપને વીમો ખરીદવાના દિવસથી જ પહેલાથી મોજૂદ બીમારીઓનું કવચ મળી જશે.

અનેક વીમા કંપનીઓ વ્યક્તિગત પોલીસી લઈને આવી છે જેમાં પહેલા દિવસથી જૂના રોગોનું કવર (કવચ) મળશે. જૂના ગંભીર રોગથી પીડિત લોકો માટે કંપનીઓ નવી મોટી રાહતના રૂપમાં ઉતરીને આવી છે. આ બારામાં દાખલા તરીકે આદીત્ય બિરલાની એકટીવ હેલ્થ પ્લેટીનમ એન્હાન્સ્ડ પોલીસીમાં પહેલા દિવસથી અસ્થમા, હાઈ બ્લડ પ્રેસર, હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબીટીસ જેવી જૂની બીમારીઓ સામેલ છે,

તો બીજી બાજુ સ્ટાર કાર્ડિયાક કેર-ગોલ્ડ અને એચડીએફસી એર્ગો હેલ્થ એનર્જી ગોલ્ડ પોલીસી ડાયાબીસ અને હાઈ બ્લડ પ્રેસરથી ઉત્પન્ન બધી બીમારીઓનો ખર્ચ વહન કરશે. તેમાં વીમો કરાવનાર વ્યક્તિના હોસ્પીટલમાં દાખલ થવા પર ખર્ચ પણ સામેલ છે.

પોલીસી લેતા પહેલા સારી રીતે સમજો
કોઈપણ કંપનીનો સ્વાસ્થ્ય વીમો લેતા પહેલા તેના ફાયદા અને તેમાં સામેલ બીમારીઓના કવર (કવચ)ના બારામાં જાણકારી મેળવો. જો તમને સમજ ન પડે તો કોઈ નાણાકીય સલાહકારની મદદ લો. હેલ્થ પ્લાનને એ રીતે સમજો કે તેમાં કઈ બીમારીઓને સામેલ કરાઈ છે.


Related News

Loading...
Advertisement