પેનકિલર દર્દમાં તો રાહત આપે છે પણ શરીર માટે નુકશાનકારક

10 April 2021 03:25 AM
Health World
  • પેનકિલર દર્દમાં તો રાહત આપે છે  પણ શરીર માટે નુકશાનકારક

બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાની ડોકટરોને સલાહ-દર્દીઓને પેન કિલર ન આપો

લંડન તા.9
ભારે દર્દમાં રાહત આપવા માટે દર્દીને ડોકટર પેનકિલર આપે છે પણ દર્દમાં રાહત આપતી આ દવા શરીર માટે ખતરનાક સાબિત થાય છે. બ્રિટનનાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા (એનએસએસ) એ ગાઈડ લાઈન જાહેર કરીને ડોકટરોને સલાહ આપી છે કે ક્રોનિક પેન અર્થાત જુના દર્દની સ્થિતિમાં પેન કિલરની દવા દર્દીઓને ન લખી આપે.
એનએસએસનું કહેવુ છે કે પેન કિલર તરીકે ઉપયોગમાં લેવાતી પેરા સીટામોલ કે આઈબ્યુપ્રોફેન દવાઓ દર્દથી રાહત અપાવે છે કે નહિં પરંતુ આ દવાઓ શરીરને ભારે નુકશાન પહોંચાડે છે. એનએસએસઓ પોતાની ગાઈડ લાઈનમાં કહ્યુ છે કે એ બાબતનાં પુરતા પુરાવા છે કે આ દવાઓ શરીરને ખુબ જ નુકશાન પહોંચાડી શકે છે તેમાં જણાવાયું હતું કે એ બાબતનાં કોઈ પ્રમાણ નથી કે પેનકિલર લેવાથી દર્દ પર શું અસર પડે છે.એનએસએસે સલાહ આપી છે કે ક્રોનિક પેનની સ્થિતિમાં પેન કિલર લેવાથી બહેતર છે કે નિયમીત કસરત કરવી.જો દર્દ વધુ હોય તો ફીઝીયોથેરાપીસ્ટની નજર હેઠળ કેટલાંક દિવસ ફીજીયો કરવી.


Related News

Loading...
Advertisement