હવે એ બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિ પણ બની શકશે યુનિવર્સલ ડોનર

10 April 2021 03:27 AM
Health World
  • હવે એ બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિ પણ બની શકશે યુનિવર્સલ ડોનર

કેનેડાના વૈજ્ઞાનિકોએ મેળવી મહત્વની સિદ્ધિ : અત્યાર સુધી માત્ર ઓ બ્લડગ્રુપ ધરાવનાર જ યુનિવર્સલ ડોનર બની શકતો, નવી શોધથી અનેકને ફાયદો

નવી દિલ્હી તા.9
કેનેડાના વૈજ્ઞાનિકોએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ વૈજ્ઞાનિકોએ એક ખાસ પ્રકારના બેકટીરીયલ એન્જાઈમનો ઉપયોગ કરીને બ્લડ ગ્રુપ એ ને યુનિવર્સલ ડોનર બનાવ્યું છે. આનો મતલબ એ થયો કે હવે દુનિયામાં ગ્રુપ ઓ જ યુનિવર્સલ ડોલર નથી રહ્યું. વૈજ્ઞાનિકોના આ પ્રયાસથી હવે હોસ્પીટલોમાં લોહીની અછતથી થતા મૃત્યુ પર રોક આવશે. વૈજ્ઞાનિકોની આ સિદ્ધિથી આમજનને ફાયદો થઈ શકે છે. મીડીયા રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિકોએ માણસના આંતરડામાં કેટલાક માઈક્રોબ્સની શોધ કરી છે જેમાં બે પ્રકારના એન્જાઈમ નીકળે છે. વૈજ્ઞાનિકોએ આ એન્જાઈમની મદદથી બ્લડ ગ્રુપ એ ને યુનિવર્સલ ડોનરમાં બદલવાનો સફળ પ્રયોગ કર્યો હતો. મેરી લેન્ડ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ હેલ્થ કલીનીકલ સેન્ટરના બ્લડ ટ્રાન્સફયુજન એકસપર્ટ હાર્વે કલેનનું કહેવું છે કે આ પ્રકારનું શોધ પહેલી વાર થઈ છે. જો તે મોટા પ્રમાણમાં સફળ થાય તો તે મેડીકલ સાયન્સના ક્ષેત્રમાં મોટું યોગદાન ગણાશે.


Related News

Loading...
Advertisement