બોલીવુડ અભિનેત્રી નગ્મા અને કોયોગ્રાફર ધર્મેશ કોરોના સંક્રમીત

10 April 2021 03:35 AM
Entertainment
  • બોલીવુડ અભિનેત્રી નગ્મા અને કોયોગ્રાફર ધર્મેશ કોરોના સંક્રમીત

મુંબઈ તા.9
બોલીવુડ અભિનેત્રી નગ્મા કોરોના સંક્રમીત થયા છે. દેશમાં રોજ કોરોનાનો કેર વધી રહ્યો છે ત્યારે બોલીવુડ સ્ટાર પણ તેનો સંક્રમણથી બચી નથી શકયુ વધુ એક અભિનેત્રી કોરોનાની ચપેટમાં આવી ગયેલ છે. આ ઉપરાંત જાણીતા ડાન્સ કોર્યોગ્રાફર ધર્મેશ યેલાન્કેનો પર કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.બોલીવુડની અનેક હસ્તીઓ કોરોના સંક્રમીત થઈ ચૂકી છે. તાજેતરમાં વીકી કૌશલ, કેટરીના કૈફ, કાર્તિક આર્યન, અક્ષયકુમાર, ભૂમિ, પેડનેકર, વિક્રમ મેસી, આલીયા ભટ્ટ, રણબીરકપુર સહિતના અનેક બોલીવુડ સ્ટાર કોરોના સંક્રમીત થયા છે ત્યારે વધુ એક અભિનેત્રી નગ્મા અને ડાન્સ કોર્યોગ્રાફર ધર્મેશ ને પણ કોરોના થયો છે. ડાન્સ દિવાનેના સેટ પર ધર્મેશને કોરોનાનો ચેપ લાગ્યો છે. ધર્મેશ ઉપરાંત સેટ પરના અન્ય 20 લોકો પણ સંક્રમીત બન્યા હતા.


Related News

Loading...
Advertisement