હવે સુરતમાં શિક્ષકોને સ્મશાનની ડયુટી સોંપાઇ : રાઉન્ડ ધ કલોક હાજર રહેશે

10 April 2021 04:30 AM
Surat Gujarat
  • હવે સુરતમાં શિક્ષકોને સ્મશાનની ડયુટી સોંપાઇ : રાઉન્ડ ધ કલોક હાજર રહેશે

સુરતમાં કોરોનાની સ્થિતી તમામ હદ પાર કરી ચુકી છે. અને સ્મશાન ગૃહોમાં જગયા ટુકી પડી રહી છે. મૃતદેહોની કતાર લાગે છે અને અવ્યવસ્થા પણ સર્જાઇ રહી છે જેના કારણે મોતનો મલાજો પણ જળવાતો નથી તે સમયે સ્થાનીક તંત્રએ શિક્ષકોને મૃતદેહ ગણવાની જવાબદારી સોંપી છે. નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના શિક્ષકોને સુરતના 3 સ્મશાન ગૃહમાં ર4 કલાકની ડયુટી સોંપાઇ છે અને 6-6 કલાક ચાર ટીમ કામ કરશે. અને તેઓ મૃતદેહ ગણશે અને તેની નોંધ કરશે તથા મહાનગરપાલીકાને આપશે. સુરતમાં કલેકટર ધવલ પટેલે શહેરની સ્થિતીની વિકટ ગણાવી છે અને લોકોને બીનજરુરી બહાર ન નીકળવા સલાહ આપી છે. સુરતમાં સ્મશાન ગૃહમાં કલાકોને હિસાબે મૃતદેહોના અંતિમ સંસ્કાર થઇ રહયા છે.


Related News

Loading...
Advertisement