શેરબજારમાં આક્રમક વેચવાલી : સેન્સેકસ 178 પોઇન્ટ ગગડયો

10 April 2021 04:53 AM
Business
  • શેરબજારમાં આક્રમક વેચવાલી : સેન્સેકસ 178 પોઇન્ટ ગગડયો

રાજકોટ, તા. 9
મુંબઇ શેરબજારમાં આજે તેજીને બ્રેક લાગી હતી. હેવીવેઇટ શેરોમાં ઉછાળે આક્રમક વેચવાલીથી સેન્સેકસ 178 પોઇન્ટ ગગડયો હતો. ફાર્મા શેરો આજે લાઇટમાં હતા. કોરોનાના વધતા સંક્રમણ તથા બદતર બનતી હાલતને ધ્યાને રાખીને માનસ સાવચેતીનું બન્યુ છે. આજે મોટી વધઘટ ન હતી. વધઘટે ટોન નબળો હતો. સન ફાર્મા, ટીસીએસ, ટેક મહિન્દ્ર, ટાઇટન, ડો.રેડ્ડી, હિન્દ લીવર, કોટક બેંક, સીપ્લા, ટેલ્કોમાં સુધારો હતો. રીલાયન્સ, સ્ટેટ બેંક, એશીયન પેઇન્ટસ, એકસીસ બેંક, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, લાર્સન, નેસલે, ટીસ્કો, અલ્ટ્રાટેક સિમેન્ટ ગગડયા હતા. મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેકસ 178 પોઇન્ટના ઘટાડાથી 49પ67 હતો જે ઉંચામાં 49906 તથા નીચામાં 49461 હતા. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 51 પોઇન્ટના સુધારાથી 148રર હતો તે ઉંચામાં 14918 તથા નીચામાં 1478પ હતો.


Related News

Loading...
Advertisement