કોરોના ઈન્ડીયન આઈડલ-12માં પહોંચ્યો!: પવનદીપ સંક્રમીત

10 April 2021 05:09 AM
Entertainment
  • કોરોના ઈન્ડીયન આઈડલ-12માં પહોંચ્યો!: પવનદીપ સંક્રમીત

પવનદીપ શોમાં વર્ચ્યુઅલી પર્ફોર્મન્સ આપશે : પવનદીપ કોરોનાગ્રસ્ત બનતા શોના અન્ય સ્પર્ધકો, જજો, ક્રુ મેમ્બર્સના ટેસ્ટ કરાયા

મુંબઈ: કોરોના વાઈરસ હવે સોની ટીવીના લોકપ્રિય શો ‘ઈન્ડીયન આઈડલ-12’માં ઘુસ્યો છે. જીહા, આ શોનો સ્પર્ધક પવનદીપ રાજન કોરોના પોઝીટીવ થયો છે. ઉતરાખંડનો આ પ્રતિભાશાળી સ્પર્ધક હાલ કવોરંટાઈન થઈ ગયો છે અને આગામી એપીસોડમાં તે પોતાનું પર્ફોમન્સ વર્ચ્યુઅલી આપશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવવસો પહેલા આ શોનો હોસ્ટ આદીત્ય નારાયણ પણ કોરોનાની ઝપટમાં આવ્યો હતો.


સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાના વધેલા કહેરના પગલે મોટાભાગના સ્પર્ધકો બાયો બબલના કવચમાં છે. પવનને જયારે સિમ્ટન્સ (રોગના ચિહનો) દેખાવા લાગ્યા તો તેણે ટેસ્ટ કરાવતા તે કોરોના પોઝીટીવ જાહેર થયો હતો. જેને પગલે અન્ય સ્પર્ધકો, જજો અને ક્રુ મેમ્બર્સના પણ ટેસ્ટ કરાવાયા હતા, જેમનો રિપોર્ટ આવવો બાકી છે. હવે પવન દીપ તેમની હોટલના રૂમમાંથી વર્ચ્યુઅલી પર્ફોમન્સ આપશે. પવનદીપ કોરોના સંક્રમીત થતા શોમાં ચિંતા ફરી વળી છે જો કે હાલ તે સ્વસ્થ છે. કોરોના વાઈરસના વધતા કેસના કારણે ઈન્ડીયન આઈડલ-12ના સેટ પર કોરોના ગાઈડ લાઈનનું પુરુ પાલન થાય છે.


Related News

Loading...
Advertisement