ધોરાજીની સગીરાએ બાળકીને જન્મ આપ્યો

10 April 2021 11:03 PM
Dhoraji
  • ધોરાજીની સગીરાએ બાળકીને જન્મ આપ્યો

ભાવી ભરથાર જ ભગાડી ગયાની ફરિયાદ થઈ’તી: લોકડાઉનમાં બન્ને ભાગી ગયા બાદ આઠ માસે પરત ફર્યા’તા: ધોરાજી પોલીસને જાણ કરાઈ

રાજકોટ તા.10
ધોરાજીના બસસ્ટેશન ચોક પાસે રહેતી એક સગીરાએ બાળકીને જન્મ આપતાં ચકચાર મચી છે. હાલ બન્નેને રાજકોટની ઝનાના હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પીટલ ચોકીના સ્ટાફે એમ.એલ.સી. નોંધી ધોરાજી પોલીસને જાણ કરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ધોરાજીનાં બસસ્ટેશન ચોક પાસે રહેતી એક 17 વર્ષીય સગીરાને આજરોજ પેટમાં દુ:ખાવો ઉપડતાં તેને તુરંત જ સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવી હતી ત્યાં ગર્ભવતી હોવાનું માલુમ પડતાં જ માતા-પિતા સ્તબ્ધ થઈ ગયા હતા અને થોડીવાર બાદ સગીરાને ઝનાના હોસ્પીટલમાં ખસેડવામાં આવતાં તેણીએ બાળકીને જન્મ આપ્યો હતો.સગીરાની ઉંમર નાની હોય

જેથી તબીબે એમએલસી જાહેર કરતા હોસ્પીટલ ચોકીમાં એન્ટ્રી પડી હતી જેથી આ મામલે પોલીસ સ્ટાફે ધોરાજી પોલીસને જાણ કરી હતી. સગીરાની એક વર્ષ પહેલાં સગાઈ થઈ હતી તે યુવાન જ સગીરાને ભગાડીને લઈ ગયો હતો અને આઠ માસ તેઓ પરત ફર્યા હતાં. આ મામલે ધોરાજી પોલીસમાં ફરિયાદ પણ થઈ ચૂકી છે.


Loading...
Advertisement