કાયદો બધા માટે સરખો: કોરોના પ્રોટોકોલ ભંગ બદલ નોર્વેના વડાપ્રધાન દંડાયા

10 April 2021 11:52 PM
World
  • કાયદો બધા માટે સરખો: કોરોના પ્રોટોકોલ ભંગ બદલ નોર્વેના વડાપ્રધાન દંડાયા

જન્મદિન પાર્ટીમાં 10 ના બદલે 13 લોકો હાજર હતા: 2352 ડોલરનો દંડ ભરી મહિલા પીએમએ માફી પણ માંગી લીધી

નવી દિલ્હી તા.10
દેશ અને દુનિયામાં કોરોના સંક્રમણને ખૌફ છે અને અનેક પ્રકારના નિયંત્રણો મૂકવામાં આવ્યા છે તે સમયે હાલમાં જ નોર્વેના વડાપ્રધાન ઈરેના સોલબર્ગ એ કોરોના પ્રોટોકોલનો ભંગ કરતા તેમના પર દેશની જ પોલીસે 20,000 નોર્વેજીયન ક્રાઉન (ચલણ)નો દંડ ફટકારી દીધો અને વડાપ્રધાને તે ભરી પણ દીધો સાથોસાથ કોરોના પ્રોટોકોલનો ભંગ કરવા બદલ માફી પણ માંગી લીધી હતી.

બે ટર્મથી વડાપ્રધાન તરીકે ચૂંટાતા ઈરેનાએ તેમનો 60 મો જન્મદિન એક રીસોર્ટ પર કુટુંબનાં જ 13 સભ્યો સાથે મનાવ્યો હતો પણ નોર્વેમાં કોરોના નિયંત્રણો ચાલુ છે અને તેમાં કોઈપણ ઈવેન્ટ-ઉજવણીમાં 10 થી વધુ લોકોને હાજર રહેલા પર પ્રતિબંધ છે અને તેનો વડાપ્રધાને ખુદે નિયમભંગ કરતા પોલીસ વડાએ કાયદો બધા માટે સરખો છે અને ઈરેના તો દેશના વડાપ્રધાન છે તેઓએ કાનુનનું પહેલા પાલન કરવુ જોઈએ એમ કહી 20,000 ક્રાઉન (અંદાજે રૂા.1.75 લાખ) નો દંડ ફટકારી દીધો અને વડાપ્રધાને પોતાની ભુલ સ્વીકારી આ રકમ ભરી દીધી હતી.

જો દેશના વડા કાનુનનું પાલન કરે તો જ કાયદામાં લોકોનો વિશ્ર્વાસ જળવાઈ રહે આ કેસમાં રેસ્ટોરાને પણ દંડ થઈ શકતો હતો પણ દેશના વડાપ્રધાનને હોટેલના સંચાલકો કેમ ઈન્કાર કરી શકે. તેથી તેઓને ફકત ચેતવણી આપવામાં આવી હતી. નોર્વેમાં કોરોનાના કાનુન કડક હોવાથી યુરોપનાં અન્ય દેશોની સરખામણીમાં આ દેશમાં સંક્રમણ અને મૃત્યુ ઓછા છે. પણ દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર આવતા માર્ચ માસથી આકરા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.


Related News

Loading...
Advertisement