ભાવનગરનાં ત્રણ વકીલોના નિધનથી વકીલ મંડળમાં શોક

10 April 2021 11:56 PM
Bhavnagar
  • ભાવનગરનાં ત્રણ વકીલોના નિધનથી વકીલ મંડળમાં શોક

ભાવનગર તા.10
ભાવનગર સીવીલ બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ અને શહેરનાં નામાંકીત એડવોકેટ બી.એલ.જોશીનું નિધન થયું છે અને વકીલ મિત્રોના ‘મહારાજા’ના હુલામણા નામથી જાણીતા એડવોકેટ કમલેશ બ્રહ્મક્ષત્રીયનું સાણંદ પાસે રોડ અકસ્માતમાં દુ:ખદ નિધન થયું છે તેમજ સીનીયર એડવોકેટ એસ.બી.વડોદરીયાનું પણ ટુંકી બીમારીમાં દુ:ખદ અવસાન થતાં ભાવનગર શહેર જિલ્લાનાં વકીલોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. આ રીતે ભાવનગર વકીલ મંડળના ત્રણ સભ્યોએ ચિર વિદાય લીધી છે. વકીલ મંડળના તમામ સભ્યો વતી ભાવનગર બાર એસોસીએશનના પ્રમુખ હિરેન જાની, ક્રિમીનલ બાર એસો.ના પ્રમુખ શિવભદ્ર ગોહીલ, એકસીડન્ટ કલેઈમ બાર એસોસીએશનના પ્રમુખ રૂમીભાઈ શેખ સહિતના સીનીયર તથા જુનીયર વકીલોએ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલી પાઠવી હતી અને સદગતના માનમાં તમામ વકીલો કોર્ટ કામગીરીથી અળગા રહ્યા હતા અને તમામ વકીલ મંડળો દ્વારા સંયુક્ત રીતે શોક ઠરાવ પણ કરાયો હતો. હાલની કોરોના મહામારીને ધ્યાને લઈ શોકસભા મોકુફ રખાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.


Loading...
Advertisement