ટિકા ઉત્સવમાં ભાજપ શાસનના રાજયો જોડાશે: વિપક્ષોએ ‘ડોઝ’નો મુદો ઉઠાવ્યો

11 April 2021 12:22 AM
Politics
  • ટિકા ઉત્સવમાં ભાજપ શાસનના રાજયો જોડાશે: વિપક્ષોએ ‘ડોઝ’નો મુદો ઉઠાવ્યો

કાલથી શરૂ થતા રસીકરણ ડ્રાઈવમાં રાજકારણ: વડાપ્રધાનના આહવાન બાદ પણ દ્વીધાભરી સ્થિતિ : ગુજરાત સહિતના રાજયોમાં ચાર દિવસમાં ડબલ વેકસીનેશનની તૈયારી: મહારાષ્ટ્ર-આંધ્ર-ઓડીસા કહે છે પુરતા ડોઝ જ મળ્યા નથી: સમગ્ર કાર્યક્રમને અસર થશે

નવી દિલ્હી: દેશમાં કોરોનાના સતત વધતા જતા સંક્રમણમાં હવે ટીકાકરણને વેગ આપવા આવતીકાલ તા.11થી14 સુધી દેશભરમાં ‘ટીકા ઉત્સવ’ યોજવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના એલાનને અમલમાં મુકવા ભાજપ શાસનના રાજયો તૈયાર થઈ ગયા છે પણ વિપક્ષ શાસનના રાજયોએ કેન્દ્ર દ્વારા વેકસીનેશનને વેગ આપવા માટે પુરતા પ્રમાણમાં વેકસીન ડોઝ ઉપલબ્ધ નહી હોવાથી અને કેન્દ્ર દ્વારા પુરો પડતો જથ્થો હજુ પહોંચ્યો નહી હોવાનું જણાવીને આ આયોજન અંગે પ્રશ્ર્ન ઉઠાવ્યા છે. વડાપ્રધાને હાલમાં જ રાજયોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં તા.11-14 એપ્રિલ ચાર દિવસ વ્યાપક પણ વેકસીનેશન આયોજન કરવા રાજયને જણાવ્યું હતું અને હાલ જે અંદાજે 30 લાખ લોકોને વેકસીન અપાય છે તેની સામે 60 લાખ લોકો ને આ કાર્યક્રમ હેઠળ આવરી લેવાની પણ અપીલ કરી હતી.
કેન્દ્રએ આ કાર્યક્રમ માટે વેકસીનના પુરતા ડોઝ ઉપલબ્ધ બનાવાશે તેવી પણ ખાતરી આપી હતી. જો કે મહારાષ્ટ્ર, ઓડીસા, આંધ્રપ્રદેશ કરતા તેઓ રોજીંદા ટીકાકરણમાં પણ પુરતા ડોઝ ઉપલબ્ધ નહી હોવાનું જણાવીને આ ઉત્સવમાં યોજવા તૈયાર નથી. જયારે ભાજપ શાસનના ગુજરાત સહિતના રાજયોએ પક્ષના સંગઠનની મદદથી આ કાર્યક્રમ સફળ બનાવવા તેની જરૂર છે. હરિયાણા જે હાલ રોજ 80-85 હજાર લોકોને વેકસીન આપી રહી છે તેણે રોજ 2 લાખ લોકોને વેકસીન આપવાનો લક્ષ્યાંક જાહેર કર્યો છે. ગુજરાતે પણ આ માટે તૈયારી છે. જો કે રાજયના વેકસીનેશન ઈન્ચાર્જ ડો. નયન જાનીએ કહ્યું કે ગુજરાતમાં વેકસીનની કોઈ શોર્ટેજ નથી. સુરતમાં જે કેન્દ્ર બંધ થયાની વાતો સોશ્યલ મીડીયામાં હતી તે વાસ્તવમાં તો વેકસીનેશન ડે ના કારણે બંધ હતા. જો કે એ ઉલ્લેખનીય છે કે એપ્રિલ માસમાં એક પણ દિવસની રજા વગર વેકસીનેશન ચાલુ રાખવા ખુદ કેન્દ્રએ સૂચના આપી હતી.


મહારાષ્ટ્રમાં વેકસીનના ડોઝનો જથ્થો વિવાદી બની રહ્યા છે. રાજયમાં 4થી4.50 લાખ ડોઝ રોજ આપવામાં આવે છે. ગુરુવારે 3.89 લાખ ડોઝ અપાયા હતા. કેન્દ્ર કહે છે કે મહારાષ્ટ્રમાં 7 લાખ ડોઝનો જથ્થો છે અને આ રાજયોએ 5 લાખ ડોઝનો ‘બગાડ’ કર્યો છે.


ઓડીસા પણ વેકસીનની તંગી અનુભવે છે અને શુક્રવારે ત્રીજા ભાગના વેકસીન સેન્ટર બંધ હતા તથા 2 લાખ ડોઝ સ્ટોકમાં હતા. રાજયના 2.50 લાખ ડોઝ મળી રહ્યા છે પણ તે ભુવનેશ્ર્વરથી છેક દૂરના વેકસીન સેન્ટટર સુધી પહોંચતા 12થી18 કલાકનો સમય જોઈએ. આંધ્રપ્રદેશમાં સરકારી વેકસીનેશન સેન્ટર ચાલુ છે. આ ખાનગી સેન્ટરને હાલ સપ્લાય બંધ કરાઈ છે. ગુરુવારે 2 લાખ ડોઝ મળ્યા હતા તે કાલે રાજયભરમાં વિતરણ કર્યા છે. અમો ખુલ્લા વેકસીનેશનના બદલે હાલ ફકત જેટલા નોંધાયેલા છે તેઓનેજ વેકસીન આપીએ છીએ. બિહારમાં નવ લાખ ડોઝ પહોંચી ગયા છે.

કયાં કેટલી વેકસીન રવાના થઈ!
કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા મુજબ વિપક્ષ શાસનના પાંચ રાજયોને ગુરુવારે રાત્રીના વેકસીન પહોંચાડી છે અથવા પહોંચી રહી છે. જેમાં મહારાષ્ટ્રને 17 લાખ ડોઝ, આંધ્રપ્રદેશને 12.50 લાખ, છતીસગઢને 7.80 લાખ ડોઝ રાજસ્થાનનો 3.80 લાખ ડોઝ ઓડીસાને 2 લાખ ડોઝ મોકલાયા છે.


Related News

Loading...
Advertisement