ગુરુ ધોની પાસેથી શીખેલાં ગુણ આજે તેના ઉપર જ અજમાવશે પંત

11 April 2021 12:40 AM
Sports
  • ગુરુ ધોની પાસેથી શીખેલાં ગુણ આજે તેના ઉપર જ અજમાવશે પંત

વાનખેડેમાં સાંજે 7:30 વાગ્યાથી દિલ્હી-ચેન્નાઈ વચ્ચે ટક્કર

મુંબઈ, તા.10
ઋષભ પંતની આગેવાનીવાી દિલ્હી કેપિટલ્સ મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપરકિંગ્સ સામે આજે મુંબઈના વાનખેડેમાં સાંજે 7 વાગ્યે ટક્કર લેશે. આ મુકાબલો એક યુવા ચેલા અને તેના ગુરુ વચ્ચે રમાશે. દિલ્હી યુએઈમાં રમાયેલા પાછલા આઈપીએલમાં રનર્સઅપ રહી હતી. આ વખતે ખિતાબ જીતવાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે તેનો લક્ષ્યાંક જીત સાથે શરૂઆત કરવાનો રહેશે.

ઈજાગ્રસ્ત શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં કેપ્ટનશીપ કરી રહેલા પંતે હાલમાં જ કહ્યું હતું કે તે પહેલાં મેચમાં ધોની પાસેથી અત્યાર સુધી મળેલી તમામ શીખનો ઉપયોગ કરશે. 618 રન બનાવનારો ધવન પાછલા આઈપીએલમાં સૌથી વધુ રન બનાવવામાં બીજા ક્રમે રહ્યો હતો. દિલ્હી પાસે શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, સ્ટિવ સ્મિથ અને પંત જેવા બેટસમેનો છે.

પૃથ્વીએ તાજેતરમાં જ વિજય હઝારે ટ્રોફીમાં 827 રન બનાવ્યા હતા જેથી સંભાવના છે કે તે ધવન સાથે ઓપનિંગ કરશે. જ્યારે બોલિંગમાં દિલ્હી પાસે ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, ક્રિસ વોક્સ, કેગીસો રબાડા, એનરિચ નોર્કિયા છે તો સ્પિન એટેકની જવાબદારી આર.અશ્વીન અને અમિત મિશ્રા પર હશે કેમ કે અક્ષર પટેલ કોરોનાગ્રસ્ત હોવાને કારણે અત્યારે આઈસોલેટ છે. ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ પાછલા વર્ષે સાતમા ક્રમે રહી હતી.

તે ખરાબ પ્રદર્શનને ભલાવવા માટે આઈપીએલની આ ધુરંધર ટીમ ફરી એક વખત જીત સાથે શરૂઆત કરવા માંગશે. ટીમમાં અનુભવી સુરેશ રૈનાની વાપસી થઈ છે જે આઈપીએલમાં 5368 રન બનાવી ચૂક્યો છે. આ ઉપરાંત તેની પાસે ધોની, જાડેજા, પુજારા, ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુપ્લેસી અને અંબાતી રાયડુ સહિતના ખેલાડીઓ પણ છે.


Related News

Loading...
Advertisement