બિહારમાં ફોજદારની હત્યા કરનાર આરોપી કચ્છમાંથી ઝબ્બે

11 April 2021 12:52 AM
kutch Crime
  • બિહારમાં ફોજદારની હત્યા કરનાર આરોપી કચ્છમાંથી ઝબ્બે

સીતામઢી પોલીસ મથકની ટીમે દોડી આવી ભૂજ પાસેથી દબોચી લીધો : તપાસનો ધમધમાટ

ભુજ તા. 10 : ઉતરપ્રદેશના બિહારમાં પોલીસ સબ ઇન્સ્પેકટની બંદુકની ગોળીએ હત્યા કરી નાસી છુટેલા આરોપીને પોલીસે કચ્છના લાખોદ ચોકડી પરથી ઝડપી પાડયો હતો. ગત 24 ફેબ્રુઆરીના રોજ બિહારના સીતામઢી જીલ્લાના કુવારીમદન ગામે ખંડણી સહીતના અનેક ગુન્હાઓના આરોપી મુકુલસિંહ અને તેનો ભાઇ રંજનસિંહ ટુકટુમ સહીત ચાર આરોપીઓ ગામમાં આવેલા એક વિધવા મહીલાના મકાનમાં છુપાયા હોવાની બાતમીના પગલે પોલીસે દરોડો પાડયો ત્યારે આરોપીઓએ પોલીસ પર ગોળીબાર કરી નેપાળ તરફ નાસી છુટયા હતા. આ ગોળીબારમાં સીતામઢી પોલીસ સ્ટેશનના પીએસઆઇ દીનેશરામને છાપી પર ગોળી વાગતા તેમનું મોત નીપજયુ હતુ. તેમજ આરોપીઓ પૈકી એકને ઇજા પહોંચી હતી. પીએસઆઇની હત્યા નીપજાવીને નાસી છુટેલા આરોપીઓ પૈકીનો શિવમસિંહ ઉર્ફે ટુકટુક ભુજ નજીક લાખોંદ ચોકડી પર આવેલી લેબર કોલોનીમાં છુપાયો હોવાની પુર્વ બાતમીના આધારે બિહારના સીતામઢી પોલીસ મથકની ટીમ કચ્છ આવીને આરોપી શિવમસિંહને ઝડપી પાડયો હતો. આરોપીનો કોવીડ ટેસ્ટ કરાવ્યા બાદ તેને બિહાર લઇ જવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.


Related News

Loading...
Advertisement