ધોરાજીમાં વેપારીઓ દ્વારા બે દિ’નું સ્વયંભુ લોકડાઉન: દુકાનો સજજડ બંધ

11 April 2021 12:55 AM
Dhoraji
  • ધોરાજીમાં વેપારીઓ દ્વારા બે દિ’નું સ્વયંભુ લોકડાઉન: દુકાનો સજજડ બંધ
  • ધોરાજીમાં વેપારીઓ દ્વારા બે દિ’નું સ્વયંભુ લોકડાઉન: દુકાનો સજજડ બંધ
  • ધોરાજીમાં વેપારીઓ દ્વારા બે દિ’નું સ્વયંભુ લોકડાઉન: દુકાનો સજજડ બંધ

ધોરાજી તા.10
ધોરાજીમાં કોરોના વાયરસની મહામારીના કહેરના પગલે સંક્રમીતોની સંખ્યામાં ભારેખમ ઉછાળો આવતા લોકોમાં ભયનું લખલખુ ફરી વળ્યું છે. ત્યારે વેપારીઓ દ્વારા સ્વયંભુ બે દિવસનું લોકડાઉન જાહેર કરી તેનો અમલ શરૂ કરી દીધો છે. કોરોનાને મહાત આપવા માટે શહેરના સ્ટેશન રોડ સોની બજાર, જમનાવડ રોડ, સરદાર પટેલ ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા દુકાનોને સજજડ બંધ રાખવામાં આવી છે.

Loading...
Advertisement