ધોરાજીની કોરોના હોસ્પિટલ ફૂલ : વધુ 20 બેડની તત્કાલ મંજૂરી આપો

11 April 2021 12:57 AM
Dhoraji
  • ધોરાજીની કોરોના હોસ્પિટલ ફૂલ : વધુ 20 બેડની તત્કાલ મંજૂરી આપો

માનવ સેવાના હોદેદારો દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત

ધોરાજી તા. 10 :
ધોરાજીમાં તાલુકા કક્ષાના સૌથી મોટી 75 બેડની કોરોના હોસ્પીટલ હાલ ફુલ થઇ ગયેલ છે. હોસ્પીટલમાં હવે માત્ર મહીલાઓના 2 થી 3 બેડ ખાલી છે.
દર્દીઓની આવક વધતા દર્દીઓને જુનાગઢ રીફર કરવા પડે છે. ધોરાજીમાં કોરોનાએ હાહાકાર મચાવેલ છે. ત્યારે ધોરાજીમાં ધોરાજી-જેતપુર-જામકંડોરણા અને ઉપલેટાના કોરોના દર્દીઓને ઘર આંગણે સારવાર મળે તેવા હેતુથી 35 બેડની હોસ્પીટલની મંજુરી મળેલ. બાદમાં માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા 75 બેડની મંજુરી મળેલ. હાલ હોસ્પીટલ ફુલ થયેલ છે. ત્યારે માનવ સેવાના કાર્યકર્તાઓએ આ અંગે ઉચ્ચકક્ષાએ કરેલી રજુઆતમાં જણાવેલ છે કે હાલની પરીસ્થીતીમાં ધોરાજીની કોરોના હોસ્પીટલ દર્દીઓ માટે આર્શીવાદ સમાન છે. કેસો વધતા ખાનગી અને સરકારી હોસ્પીટલો પેક થતા ધોરાજી સરકારી હોસ્પીટલમાં તાત્કાલીક 20 બેડની મંજુરી આપવી અને વધુ સ્ટાફ ફાળવવા અંગે રજુઆત કરેલ છે. આ ઉપરાંત ઘટતી મેડીકલ દવાઓ વગેરે તાત્કાલીક ફાળવવા અંગે રજુઆત કરેલ છે. ધોરાજી કોરોના હોસ્પીટલમાં કુલ 175 કરતા વધારે દર્દીઓ એ સારવાર લીધી છે અને દર્દીઓએ ધોરાજીની હોસ્પીટલના ડોકટર અને સ્ટાફની સેવાઓને બીરદાવી હતી.


Loading...
Advertisement