પીજીવીસીએલમાં ઈલેકટ્રીક આસીસ્ટન્ટની જુના મેરીટ લીસ્ટ મુજબ તત્કાલ ભરતી કરો

11 April 2021 12:59 AM
Dhoraji
  • પીજીવીસીએલમાં ઈલેકટ્રીક આસીસ્ટન્ટની જુના મેરીટ લીસ્ટ મુજબ તત્કાલ ભરતી કરો

ધોરાજીમાં ઉમેદવારો દ્વારા ડે.કલેકટરને આવેદનપત્ર

ધોરાજી તા.10
પીજીવીસીએલમાં ઈલેકટ્રીક આસીસ્ટન્ટ (હેલ્પર)ની જૂના મેરીટલીસ્ટ મુજબ તત્કાલ ભરતી કરવાની માંગ ઉઠાવી ધોરાજીમાં ઉમેદવારો દ્વારા ડે.કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયેલ છે કે પીજીવીસીએલ દ્વારા વિજ હેલ્પરની પરીક્ષા 2020 લેવાયેલ હોય પણ 2020માં કોરોનાકાળ હોય જેના કારણે જે મુજબ ઝડપી કાર્યવાહી થવી જોઈએ જેના કારણે જેટલા ઓર્ડર નીકળવાના હતા તે નીકળેલ નથી. પીજીવીસીએલ અને જેટકોમાં હાલ જગ્યા ખાલી હોય અને કોરોનાકાળ ચાલતો હતો જેથી પરીક્ષા લેવી શકય નથી. જો ખાલી જગ્યાઓ ભરવામાં ન આવે તો મોટી ઉંમરના ઉમેદવારોને અન્યાય થાય તેમ હોય આવા ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમય બની જશે. જેથી પીજીવીસીએલ અને સરકાર સમક્ષ માંગણી મુકેલ છે કે (1) જૂના મેરીટ લિસ્ટમાંથી તાત્કાલીક જગ્યા ભરવામાં આવે જેથી કરી કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તેવું એપ્રેન્ટીસોએ જણાવેલ હતું આ તકે જતીન રાઠોડ, ઉદય વાણીયા, નીતીશ શયારા, વાઘમશી પ્રતીક, સંકેત મકવાણા, સોલંકી કીશન વગેરે હાજર રહ્યા હતા.


Loading...
Advertisement