કોરોના ઇફેક્ટ : રફાળેશ્વર મહાદેવે પીતૃમાસમાં પીતૃકાર્ય અને નારણબલીની વિધિ કરાઇ

11 April 2021 01:16 AM
Morbi
  • કોરોના ઇફેક્ટ : રફાળેશ્વર મહાદેવે પીતૃમાસમાં પીતૃકાર્ય અને નારણબલીની વિધિ કરાઇ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. 10
મોરબી નજીકના રફાળેશ્વર મહાદેવ મંદિરે સામાન્ય વર્ષોમાં પીતૃમાસમાં પીતૃકાર્ય નારણબલી માટે ભાવિકો દૂર દૂરથી આવતા હોય છે જો કે, હાલમાં મોરબી જીલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોની સલામતિને ધ્યાનમાં રાખીને હાલમાં આ મંદિરે પીતૃકાર્ય, નારણબલી સહિતની ધરમિકી વિધિ બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે અને મંદિર દર્શન માટે ખુલ્લુ છે તેવું વ્યવસ્થાપકોએ જણાવ્યુ છે.


હાલમાં મોરબી જિલ્લામાં પણ તેનો ફેલાવો વધતો જાય છે. જેને અનુસંધાને ગૃહવિભાગ હુકમથી તથા જિલ્લા મેજીસ્ટ્રેટના દ્વારા જાહેરનામાથી જરૂરી પ્રતિબંધો લાદેલ છે. જે અન્વયે ટ્રસ્ટ બોર્ડના ઠરાવ થી નિર્ણય થયા મુજબ આ ટ્રસ્ટ સંચાલીત રફાળેશ્વર મુકામે આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરે સામાન્ય વર્ષોમાં પીતૃમાસમાં પીતૃકાર્ય નારણબલી માટે ભાવિકોની ખૂબ જ ભીડ થતી હોય છે ત્યારે આગામી પીતૃમાસ ચૈત્રમાસ તા.13-4 2021 થી ભાવિકોની ભીડના કારણે કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાની દહેશત હોય જાહેર હીતમાં તા.11-5 સુધી ધાર્મીક કાર્યો નારયણબલી, પીતૃકાર્ય વિગેરે અને ધાર્મીક સામાજીક જમણવાર વિગેરે પીતૃમાસ ચૈત્ર માસ દરમ્યાન બંધ રહેશે. મંદિર તથા ધર્મશાળાના પ્રીમાઇસીઝમાં પીતૃકાર્ય, નારણબલી વિધી માટે જગ્યાની ફાળવણી કરવામાં આવશે નહી માટે ફક્ત દર્શન માટે લોકો મંદિરે આવી શકશે.


Loading...
Advertisement