ચોટીલામાં બેંક-પોલીસ વિભાગનાં 8 કર્મચારીઓ કોરોના સંક્રમિત

11 April 2021 01:23 AM
Surendaranagar
  • ચોટીલામાં બેંક-પોલીસ વિભાગનાં 8 કર્મચારીઓ કોરોના સંક્રમિત

એસબીઆઇ અને બીઓબી બેંકની શાખા બંધ

ચોટીલા, તા. 10
યાત્રાધામ ચોટીલામાં કોવીડ ની લહેર બેકાબુ બનતી જાય છે. વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ ની સંખ્યા 100 ને પાર થયેલ છે. જેના કારણે ફફડાટ ફેલાયેલ છે. જાણવા મલ્યા મુજબ દરરોજ હજારો લોકો ની સતત અવર જવર ધરાવતા યાત્રાધામ નેશનલ હાઈવે ઉપરના મહત્વના મથક ચોટીલામાં ગઇ કાલ શુક્રવારના એક જ દિવસમાં કોરોના પોઝિટિવ નો આંકડો 50 ને પાર થયેલ છે.

કોરોનાની ઝપટમાં પ્રથમ એસબીઆઈ, ગઇ કાલે બીઓબી ના કર્મચારીઓ ઝપટમાં આવતા શાખાને બંધ રાખવાની ફરજ પડેલ છે તો મોલડી પોલીસ મથકના પાચ કર્મીઓ લપેટમાં આવેલ છે જેના કારણે પોલીસ મથકમાં કોઈએ કામ સિવાય આવવુ નહી તેવા મોલડી પોલીસ સ્ટેશન બહાર સ્ટીકર્સ લાગેલ છે. ઉપરાંત આરોગ્ય વિભાગના પણ આઠ જેટલા કર્મચારીઓ ને કોરોનાએન લપેટમાં લીધા છે.

ત્યારે દિવસે દિવસે કેસો સતત વધી રહ્યા છે બે ઉમર લાયક વડીલોએ રાજકોટ ખાતે જીવ પણ ગુમાવ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પણ લોકો મોટા પ્રમાણમાં ટેસ્ટ કરાવવા ઉભરી રહ્યા છે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં 20 બેડ ની વ્યવસ્થા ઉભી કરાયેલ છે પરંતુ વેન્ટીલેટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જરૂરીયાત છે ઉપરાંત શક્ય તેટલા ટેસ્ટ વધારવાની પણ જરૂરીયાત છે.

ચોટીલા પંથકમાં વેક્સિન કામગીરીને ગ્રામ્ય પંથકમાં લોકો નો સહકાર ઓછા પ્રમાણમાં મળતુ હોવાનું જાણવા મળે છે ચુંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ એ આ અંગે લોક જાગૃતિ લાવવા જહેમત ઉઠાવવી અનિવાર્ય છે.


Loading...
Advertisement