સુરેન્દ્રનગરમાં વધતા જતા કોરોનાના કેસ મામલે નગરપાલિકામાં સુરેન્દ્રનગર જિલ્લાના ડીવાયએસપી દોશીએ વેપારીઓ સાથે બેઠક યોજી

11 April 2021 01:27 AM
Surendaranagar
  • સુરેન્દ્રનગરમાં વધતા જતા કોરોનાના કેસ મામલે નગરપાલિકામાં 
સુરેન્દ્રનગર જિલ્લાના ડીવાયએસપી દોશીએ વેપારીઓ સાથે બેઠક યોજી
  • સુરેન્દ્રનગરમાં વધતા જતા કોરોનાના કેસ મામલે નગરપાલિકામાં 
સુરેન્દ્રનગર જિલ્લાના ડીવાયએસપી દોશીએ વેપારીઓ સાથે બેઠક યોજી

સોશ્યલ ડિસ્ટન્સ તથા ધંધાકીય સ્થળ ઉપર આવનાર ગ્રાહકોને ફરજિયાત પણે માસ્ક પહેરવા વેપારીઓને સુચના આપવામાં આવી

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 10
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે જિલ્લામાં સતત કોરોના સંક્રમણ ના પોઝિટિવ કેસ ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે જિલ્લામાં ખાસ કરીને કોવિડ વિભાગની જે હોસ્પીટલો છે તે પણ કોરોના ના દર્દીઓ થી ભરાઈ ચૂકી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી દિવસોમાં કોરોના સંક્રમણ અટકે તે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ખાતે સુરેન્દ્રનગર જિલ્લાના ડીવાયએસપી એચ.પી દોષી સાહેબ દ્વારા વેપારીઓ સાથે બેઠક નુ આયોજન કરવામાં આવ્યું હતું.


આ બેઠકમાં ખાસ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વેપાર ધંધા કરતા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બેઠકમાં જોડાયા હતા ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યા પણ આ બેઠકમાં જોડાઈ અને આગામી દિવસોમાં કોરોના સંક્રમણ અટકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ડીવાયએસપી એચપી દોશી દ્વારા આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ અટકે તે હેતુથી કોરોના ની ગાઈડલાઈન નું પાલન કરવા માટે વેપારીઓને સૂચના આપવામાં આવી હતી.


ખાસ કરી ધંધાકીય સ્થળો ઉપર સોશિયલ ડીસ્ટન્સ ગ્રાહકોને જાળવવા અને માસ્ક બાંધી ત્યાર બાદ ધંધો-રોજગાર કરવા માટે વેપારીઓ ને સૂચના આપવામાં આવી હતી ખાસ કરી ધંધાકીય સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી ગોળ રાઉન્ડ કરી અને ગ્રાહકોને ઉભા રાખવા તેમજ છ ફૂટનું બે ગ્રાહક વચ્ચે અંતર રાખવામાં જિલ્લા ડીવાયએસપી એચ.પી દોશી દ્વારા વેપારીઓને જણાવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ અટકે તેવા પ્રયાસો હાલમાં પોલીસ તંત્ર દ્વારા પણ હાથ ધરવામાં આવ્યો છે રાત્રી કર્ફ્યુ દરમિયાન પણ પોલીસ તંત્ર દ્વારા કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે.


Loading...
Advertisement