ગીર-સોમનાથ જિલ્લામાં વધતા કોરોના સંક્રમણ સામે તંત્ર એકશનમાં; રોજ 1000 ટેસ્ટ

11 April 2021 01:28 AM
Veraval
  • ગીર-સોમનાથ જિલ્લામાં વધતા કોરોના સંક્રમણ સામે તંત્ર એકશનમાં; રોજ 1000 ટેસ્ટ

શહેરમાં 100 બેડની સિવિલ હોસ્પિટલમાં હાલ 21 દર્દીઓ ઓકિસજન હેઠળ : કોડીનારમાં 30 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ

વેરાવળ, તા. 10
ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાની બીજી લહેરમાં પોઝીટીવ કેસો દિન-પ્રતિદિન નોંઘપાત્ર રીતે વઘી રહયા છે ત્યારે રેકર્ડ પર ન હોય અને જાહેર ન થતા હોય તેવા કોરોના કેસોનો આંકડો બહુ મોટો હોવાની લોકોમાં ચર્ચા થઇ રહી છે. આગામી દિવસોમાં ગીર સોમનાથ જીલ્લાીમાં કોરોનાનો કહેર જોવા મળશે તેવી લોકો સાથે તંત્ર શંકા સેવી રહેલ છે જેથી કોરોનાના કહેરમાં જીલ્લાવવાસીઓને બચાવવા માટે સર્તકતાના ભાગરૂપે જીલ્લાવ વહીવટી તંત્ર એકશન મોડમાં આવી આગોતરી તૈયારી કરી રહેલ છે. વેરાવળ તાલુકાના આજોઠા અને પંડવા ગામમાં સ્વૈ ચ્છીવક લોકડાઉન જાહેર કરાયેલ છે જયારે ભીડીયા વિસ્તારમાં આવેલી શાળા ચાલુ હોવાથી પોલીસે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધેલ છે.

આ અંગે જીલ્લા કલેકટર અજયપ્રકાશ જણાવેલ કે, ગીર સોમનાથ જીલ્લામાં પણ કોરોનાનો કહેર વધી રહ્યાનું ધ્યાને આવેલ છે. ગત તા.22 માર્ચથી દરરોજ સરેરાશ 10 જેટલા કોરોના પોઝીટીવ કેસો આવી રહયા છે અને તેમાં દિન પ્રતિદિન વઘારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં હજુ કોરોનાના કેસો વધવાની સંભાવના છે. હાલ વેરાવળમાં કાર્યરત જીલ્લાન કક્ષાની 100 બેડ સુવિઘાવાળી કોવિડ (સિવિલ) હોસ્પીટલમાં 21 દર્દીઓ સારવાર હેઠળ ગંભીર સ્થિતિમાં ઓક્સીજન પર સારવાર લઇ રહયા છે. આ પરિસ્થિતિ તથા કોરોનાના વઘી રહેલા કેસોને ઘ્યાનને રાખી જીલ્લામાં ફરી ખાનગી હોસ્પીટલોને કોવિડ હોસ્પીટલ શરૂ કરવાની મંજૂરી આપવાનું શરૂ કરી દેવામાં આવેલ છે જેમાં વેરાવળ સ્થિત બિરલા હોસ્પીટલને કોવિડની મંજૂરી આપી દેવાયેલ છે જયારે અન્ય ને મંજૂરી આપવાની કાર્યવાહી ચાલી રહી છે.

વઘુમાં જીલ્લાામાં કોરોનાના ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવેલ છે. હાલ જીલ્લામાં દરરોજ 700 થી વઘુ આરટી - પીસીઆર અને 900 થી વઘુ રેપીડ ટેસ્ટ મળી કુલ 1600 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહેલ છે. કોરોનાના દર્દી વઘે તો જરૂરીયાત મુજબના બેડો અને સુવિઘા વઘારવા માટે જીલ્લાામાં ત્રણ કોવિડ કેર સેન્ટરો શરૂ કરવાની કાર્યવાહી હાથ ઘરાયેલ છે. જેમાં જીલ્લાલના કોડીનાર ખાતે 30 બેડની સુવિઘાવાળુ કોવિડ કેર સેન્ટેર શરૂ કરી દેવામાં આવેલ છે જયારે ઉના અને વેરાવળમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે.

આ સાથે સાથે જીલ્લામાં વેકસીનેશનની કામગીરીમાં લોકોનો પ્રતિસાદ મળતો ન હોવાના કારણે માત્ર 22 ટકા જ વેકસીનેશનની કામગીરી થઇ છે. જેમાં ગતિ લાવવા માટે મામલતદાર, ટીડીઓ, ચીફ ઓફીસરોને જુદા-જુદા ગામોના સરપંચો, કોર્પોરેટરો, સામાજીક આગેવાનો અને સંસ્થાઓના પ્રતિનિઘિ સાથે બેઠક કરી વેકસીનેશનની કામગીરી વધુ ઝડપી બનાવવા સુચના આપવામાં આવી છે. જીલ્લાીમાં દર બે થી ત્રણ ગ્રામ્ય વિસ્તારો વચ્ચે એક વેકસીનેશન સેન્ટેર કાર્યરત કરી દેવામાં આવેલ છે. અત્રે નોંઘનીય છે કે, જીલ્લામાં સરકારી ચોપડે દરરોજ સરેરાશ દસેક જેટલા કોરોનાના કેસો નોંઘાઇ રહયા છે. બીજી તરફ જે પ્રમાણે વ્યા પક રીતે કોરોનાનું ટેસ્ટીંચગ થઇ રહયુ છે તે પૈકીના સેકડો કોરોનાના કેસો પોઝીટીવ આવતા હોવા છતા સરકારી ચોપડે દેખાતા નથી જે તપાસ માંગી લેતો વિષય છે.

આજોઠા અને પંડવા ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન
લોકડાઉન કરાયા અંગે આજોઠાના સરપંચ વાલીબેન વિરાભાઇ ભજગોતરે જણાવેલ કે, ગામમાં કોરોનાના કેસોમાં વઘારો થયો હોવાના કારણે ગ્રામ્યજનોની સલામતીના ભાગરૂપે તા.10 થી 20 એપ્રીલ દસ દિવસ સુઘી સ્વૈચ્છીક લોકડાઉન કરાયુ છે. આ સમયગાળા દરમ્યાન ગામમાં સવારે 6 થી 12 વાગ્યાર સુઘી દુકાનો ખુલી રહેશે ત્યાયરબાદના સમયગાળામાં ગામમાં તમામ દુકાનો-બજારો સંપૂર્ણ બંઘ રહેશે. જયારે પંડવાના સરપંચ માલીબેન જેસાભાઇ બારડે જણાવેલ કે, કોરોનાના કહેરને ઘ્યામને લઇ ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયુ છે. ગામમાં સવાર અને સાથે બે-બે કલાક દુકાનો ખુલી રહેશે. બાકીના સમયગાળામાં ગામ સંપૂર્ણ બંઘ રહેશે. ગ્રામ્યજનોને દુકાનો ખુલી રાખવાના સમયગાળામાં પોતાના કામો પતાવી લેવા સુચના આપવામાં આવી છે.

ભીડીયા વિસ્તારમાં આવેલી શાળા ચાલુ હોવાથી જાહેરનામા ભંગનો ગુન્હો
પ્રભાસ પાટણ ના પો.કો. તુષારભાઇ જોષી સહીતનો સ્ટાફ ભીડીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ભીડીયા પંચાયત સોસાયટી વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ હાઇસ્કૂલમાં ધો.1 થી 8 ના વિધાર્થીઓનું શૈક્ષણીક કાર્ય ચાલી રહેલ હોય અને શાળામાં તપાસ કરતા સેનેટાઇઝર પણ જોવા મળેલ ન હોય તેમજ સોશ્યલ ડીસ્ટન્ટ પણ રાખેલ ન હોવાથી શાળાના જવાબદાર આચાર્ય રામભાઇ કાનાભાઇ કામળીયા સામે આઇ.પી.સી. કલમ 269, 188 સહીતની કલમો હેઠળ જાહેરનામા ભંગનો ગુન્હો પ્રભાસ પાટણ પોલીસે નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


Loading...
Advertisement