વેરાવળમાં 2.50 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને 6 મહિના સાદી જેલ

11 April 2021 01:30 AM
Veraval
  • વેરાવળમાં 2.50 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને 6 મહિના સાદી જેલ

ડાભોર ગામે પરિણિતાએ ત્રાસથી આયખું ટુકાવ્યું

વેરાવળ, તા. 10
વેરાવળની જયુ. મેજી.ની કોર્ટમાં રૂ.બે લાખ પચાસનો ચેક રીર્ટન થયેલ હોવાનો કેસ ચાલેલ જેમાં ગુનેગાર ઠરાવી છ માસની સાદી કેદની સજા તથા ફરીયાદીને રૂ.અઢી લાખ વળતરના ચુકવવાનો હુકમ કરેલ છે. આ અંગે સીનીયર એડવોકેટ હસમુખભાઇ ડી. લખાણીએ જણાવેલ કે,

અમદાવાદના નેહલબેન જીજ્ઞેશભાઇ પંડયાએ સુરત ખાતેના વર્ક ઓર્ડરના કામ માટે વેરાવળના જયેશભાઇ દેવકરણ શાહ પાસેથી મોટી રકમ લીધેલ ત્યારબાદ અમુક રકમ પરત આપેલ અને બાકી રહેતી રકમ રૂ.2,50,000 માંગતા નેહલબેન પંડયાએ એચ.ડી.એફ.સી. બેંકનો ચેક વસુલાત માટે આપેલ તે ચેક બેંકમાંથી રીર્ટન થતા વેરાવળ જયુડીશ્યલ મેજી. (ફ.ક.) ની કોર્ટમાં ફોજદારી ફરીયાદ નોંધાયેલ હતી.

આ કેસ વેરાવળના જયુ.મેજી. (ફ.ક.) પી.કે.દવે ની કોર્ટમાં ચાલેલ જેમાં ફરીયાદી જયેશભાઇ દેવકરણ શાહના એડવોકેટ હસમુખભાઇ લખાણી એ કરેલી દલીલોને ધ્યાને લઇ ન્યાયધીશ શ્રી પી.કે.દવે દ્વારા આરોપી નેહલબેન જીજ્ઞેશભાઇ પંડયા રહે.અમદાવાદ ને તકસીરવાન ઠરાવી છ માસની સાદી કેદની સજા અને ફરીયાદી જયેશભાઇ દેવકરણ શાહ ને રૂ.2,50,000 પુરા વળતર ચુકવવા હુકમ કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

આપઘાત
ડાભોર ગામે રહેતી પરણીતા શીલ્પાબેન ઉ.વ.21 એ તા.8 ના ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ બનવા પામેલ છે. આ અંગે મૃતક શીલ્પાબેનના પિતા ચંદુભાઇ રામજીભાઇ મકવાણા રહે.ધોરાજી વાળાએ પ્રભાસ પાટણ પોલીસમાં શીલ્પાબેનને શારીરીક માનસીક દુ:ખ ત્રાસ આપી મરવા મજબુર કરતા ગળેફાસો ખાઇ લીધાનું જણાવી પતિ જયેશ ડાભી તથા સસરા મનસુખભાઇ, સાસુ રમાબેન તેમજ જયેશના મોટા ભાઇ સહીતના સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ 306, 114 મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. કડછાએ હાથ ધરેલ છે.


Loading...
Advertisement