સુરેન્દ્રનગરના પતરાવાળી ચોક વિસ્તારમાં જાગૃત નાગરિક દ્વારા બોર્ડ મૂકવામાં આવ્યા

11 April 2021 01:32 AM
Surendaranagar
  • સુરેન્દ્રનગરના પતરાવાળી ચોક વિસ્તારમાં જાગૃત નાગરિક દ્વારા બોર્ડ મૂકવામાં આવ્યા
  • સુરેન્દ્રનગરના પતરાવાળી ચોક વિસ્તારમાં જાગૃત નાગરિક દ્વારા બોર્ડ મૂકવામાં આવ્યા

સરકારી હોસ્પિટલોમાં સોનોગ્રાફી અને સીટી સ્કેનના મશીનો શરૂ કરવા માટેની માંગણી કરવામાં આવી

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 10
સુરેન્દ્રનગર શહેરની પતરાવાળી ચોક વિસ્તારમાં જાગૃત નાગરિક અશોકભાઈ પારેખ દ્વારા બોર્ડ મૂકવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરની જે સરકારી હોસ્પિટલો આવેલી છે ત્યાં સોનોગ્રાફી અને સીટી સ્કેન મશીન હોવા છતાં પણ બંધ હાલતમાં હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અનેક વખત રજુઆત કરવા છતાં પણ સરકારી હોસ્પિટલમાં સોનોગ્રાફી અને સીટી સ્કેન ના મશીનો શરૂ કરવામાં ન આવતા જાગૃત નાગરિક અશોકભાઈ પારેખ દ્વારા તેની પતરાવાળી ચોક વિસ્તારમાં કાળા બોર્ડ મૂકી અને વિરોધ પ્રદર્શન નોંધાવી અને આગામી દિવસોમાં સરકારી હોસ્પિટલમાં સોનોગ્રાફી તથા સીટી સ્કેન ના મશીનો શરૂ કરવા માટેની માંગણી કરવામાં આવી છે.ત્યારે સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલમાં અને સરકારી હોસ્પિટલમાં સોનોગ્રાફી અને સીટી સ્કેન ના મશીનો શરૂ કરાવવા માટે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ થતા સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ મહેન્દ્ર ભાઈ મુંજપરા ઉલ્લેલ કરી સુરેન્દ્રનગરના જાગૃત નાગરિક અશોકભાઈ પારેખ દ્વારા શહેરી વિસ્તારના પતરાવાળી ચોક વિસ્તારમાં બોર્ડ મૂકવામાં આવ્યા છે બીજી તરફ કોરોના ટેસ્ટમાં ખાનગી લેબોરેટરીમાં 3000 થી 3500 રૂપિયા લેવામાં આવતા હોવાની રાવ ફરિયાદ આ બોર્ડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને આગામી દિવસોમાં સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ માં કોરોના ના ટેસ્ટ વધારવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે.


Loading...
Advertisement