અમદાવાદમાં આપઘાત કરનાર વઢવાણની યુવતિનાં આપઘાત કેસની તપાસ શરૂ

11 April 2021 01:37 AM
Surendaranagar
  • અમદાવાદમાં આપઘાત કરનાર વઢવાણની
યુવતિનાં આપઘાત કેસની તપાસ શરૂ

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 10
વઢવાણ શહેરના ગણપતિ ફાટસર કંકુ પાર્ક પાછળ આવેલ મફતીયાપરા વિસ્તારમાં રહેતી અને અમદાવાદ ખાતે અભ્યાસ કરતી અને એલીસબ્રીજ સરકારી મહિલા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની પલ્લવી પંડયાએ તાજેતરમાં અમદાવાદ ખાતે હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી અને હોસ્ટેલમાંથી સ્યુસાઈટ નોટ પણ મળી આવી હતી જેમાં મૃતક વિદ્યાર્થીનીએ પોતાની ઈચ્છા અને વ્યથા રજુ કરી હતી ત્યારે આ બનાવ બાદ પોલીસે વધુ તપાસ હાથધરી હતી અને સ્યુસાઈટ નોટના લખાણને ધ્યાને લઈ યુવતીની આત્મહત્યા પાછળના કારણો અંગે પણ તજવીજ હાથધરી હતી.


Loading...
Advertisement