વેરાવળ બંદરે રસ્તા-કમ્પાઉન્ડ વોલના કામ શરૂ

11 April 2021 01:38 AM
Veraval
  • વેરાવળ બંદરે રસ્તા-કમ્પાઉન્ડ વોલના કામ શરૂ

વેરાવળ ખારવા સંયુકત માચ્છીમાર બોટ એસો. સાગરપુત્ર ફાઉન્ડેશનના પ્રમુખ તુલસીભાઇ ગોહેલે જણાવેલ કે, વેરાવળ બંદરની યુરોપીયન નોમ્ર્સ મુજબ અપગ્રેડશનની બાકી રહેતી કામગીરી હાથ ધરવામાં આવેલ છે. બંદર વિસ્તારમાં રોડ, રસ્તા તેમજ બોટ પાર્કીગ માટેની જગ્યા પર સીસી કામગીરી તેમજ ફીશરીઝ હાર્બર અને કંમ્પાઉન્ડ વોલ સહીત કામગીરી પૂર્ણ કરવા માટે રૂ.2.76 કરોડના કામોનું ખાતમુહુર્ત ગાંધીનગર ફીશરીઝ વિભાગના તથા વાપકોસના અધિકારીઓના હસ્તે કરવામાં આવેલ છે. આ તકે ભીડીયા ખારવા સમાજના પટેલ ધનજીભાઇ લોઢારી, બોટ એસો.ના પ્રમુખ રમેશભાઇ ડાલકી, ભીડીયા કોળી સમાજના પટેલ રમેશભાઇ બારૈયા, બોટ એસો.ના પ્રમુખ વશરામભાઇ સોલંકી સહીતના માચ્છીમાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

મુસ્લિમ સમાજ દ્વારા આવેદન અપાયું
વેરાવળ સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ હાજી આ.મજીદ દિવાન, અ.ગનીભાઇ ગોરી, મૌલાના સરફરાઝ નુરી, મૌલાના મુઝફ્ફર, નગરસેવક અફઝલ પંજા, હનીફભાઇ જીવા, હાજી યુસુફ દિવાન, હાજી ગફરભાઇ ખાન, હાજી અલીમહમદ ખત્રી, હાજીભાઇ, સરફરાઝ મેવાતી, મહમદ હુસેનભાઇ મુગલ, સલીમ મુગલ, આ.કાદિરભાઇ સહીતના દ્વારા ડેપ્યુટી કલેકટર મારફત ગુજરાત અને ભારત સરકારને પહોંચતું કરવા પાઠવેલ આવેદન પત્રમાં જણાવેલ કે, ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના નરશીઘાનંદ કે જેણે ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ કે જે સમગ્ર દુનિયા માટે એક શ્રેષ્ઠ અને મહાન નબી તરીકે તેમને સમગ્ર દુનિયાના લોકો અનુસરે છે ત્યારે આ નરશીઘાનંદ કે જેને કુરઆન અને પયગંબર સાહેબ ખોટી ટિપ્પણી કરી સમગ્ર દુનિયાના મુસ્લિમ લોકોની લાગણીને ઠેસ પહોચાડેલ છે. આવા લોકો દેશની કોમી એકતા માટે ખતરા સમાન છે. આવા વ્યક્તિથી શાંતિ અને સલામતી ખતરામાં મૂકાય છે તેથી કડક સજા થાય તેવી માંગ કરેલ છે.

સાતમી આર્થિક ગણતરી અંતર્ગત કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
ગીર સોમનાથ જીલ્લામાં સાતમી આર્થિક ગણતરી અંતર્ગત કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાની સંકલન સમિતીની બેઠક ઇણાજ ખાતે યોજાયેલ હતી જેમાં કલેકટર એ સાતમી આર્થિક ગણતરી અંગે વિસ્તૃત માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપેલ હતું. સાતમી આર્થિક ગણતરીમાં જીલ્લાના 342 ગામ, 23 નેસ વિસ્તાર સહિત કુલ 365 ગામોને આવરી લેવાયા હતા તેમજ શહેરી વિસ્તારના કુલ 479 યુએફએસ બ્લોકનો પણ આ ગણતરીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જીલ્લા કુલ 3,65,199 ઇ.સી. ઘર પૈકી 3,20,797 રહેણાંક અને 36,615 વાણીજ્યક ઘર છે. આ બેઠકમાં જીલ્લા આંકડા અધિકારી કિરણ ભીલ, આયોજન અધિકારી ભાવનાબા ઝાલા, જિલ્લા ઉધોગ કેન્દ્રના મેનેજર, સીએસસી જીલ્લા મેનેજર મનુભાઇ સોલંકી અને શીવાભાઇ ચાવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વેરાવળના શૈક્ષણીક સંકુલમાં પ્રાર્થનાસભા યોજાઇ
વેરાવળ નજીક ચાંડુવાવ ગામે એજયુકેશન સોસાયટી સંચાલિત નારણદાસ જેઠાલાલ સોનેચા મેનેજમેન્ટસ ટેકનીકલ કોલેજના મુખ્યા દાતા બાબભાઇ સોનેચાના નાના પુત્ર સ્વે.અશોકભાઇની પ્રથમ પુણ્યતિથિએ સંસ્થાન ખાતે પ્રાર્થનાસભા યોજાઇ હતી. આ પ્રાર્થના સભામાં દાતા સોનેચા પરીવારના નજીકના જયંતભાઇ દવે, સરોજબેન દવે, વિવેકભાઇ દવે, સ્મીતાબેન રાવલ ઉપરાંત કોલેજનો સ્ટાફ પરીવાર, સંચાલક મંડળના સભ્યોે અને વિઘાર્થીઓ હાજર રહયા હતા. પ્રાર્થનાસભામાં સંસ્થાીના ચેરમેન ચીમનભાઇ અઢીયા, સેક્રેટરી ગીરીશભાઇ કારીયા, સરોજબેનએ શાબ્દીક સુમન અર્પણ કરેલ સાથે હાજર તમામએ પુષ્પા અર્પણ કરી શ્રધ્ધાંજલી આપી હતી.


Loading...
Advertisement