વેરાવળમાં ગૌવંશ તસ્કરી; ઘરફોડીમાં સંડોવાયેલ તસ્કર બેલડી તડીપાર થઇ

11 April 2021 01:40 AM
Veraval
  • વેરાવળમાં ગૌવંશ તસ્કરી; ઘરફોડીમાં સંડોવાયેલ તસ્કર બેલડી તડીપાર થઇ

ચાર જિલ્લામાં પ્રવેશ પર મનાઇ : કલેકટરનો હુકમ

વેરાવળ, તા. 10
વેરાવળ શહેર અને પંથકમાં ઘરફોડી ચોરી અને ગૌવંશ તસ્કરીની ગેરકાયદેસર પ્રવૃતિઓ આચરતા બે શખ્સોદને ચાર જીલ્લાનમાંથી તડીપાર કરવાની દરખાસ્તા મંજૂર થતા બંન્નેલ ગુનેગારોને શહેર પોલીસે ઝડપી લઇ તડીપાર કરવાની કાર્યવાહી કરી હતી.

આ અંગે સીટી પી.આઇ. ડી.ડી.પરમારે જણાવેલ કે, વેરાવળમાં જુદી-જુદી ઘરફોડ ચોરીઓ કરનાર તથા ગૌવંશ પશુજીવોની કતલ કરવાના ઇરાદે તસ્કરી કરતી ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા (1) આદિલ અનવર શેખ ઉ.વ.19, રહે.બાગે યુસુફ કોલોની-વેરાવળ, (2) રૂત્વીક ઉર્ફે રીતીક ગડુ મકવાણા ઉ.વ.21 રહે.સરકારી હોસ્પીટલ પાસે, રીંગ રોડ વેરાવળ વાળાઓ સામે પાંચેક ગુનાઓ પોલીસ ચોપડે નોંઘાયેલા છે

જેના આઘારે બન્ને વિરૂધ્ધ હદપારીની દરખાસ્તો તૈયાર કરી પોલીસ અધીક્ષક મારફતે જીલ્લાટ કલેકટરને મોકલાવેલ હતી જે દરખાસ્તજમાં બંન્ને ગુનેગારોની ગુનાહિત પ્રવૃતિઓની ગંભીરતાને ધ્યાને લઇ ગીર સોમનાથ જીલ્લાની લગોલગ આવેલ જીલ્લાઓ જુનાગઢ, પોરબંદર તથા અમરેલી જીલ્લાઓમાંથી છ માસ સુધી તડીપાર કરવા માટે હુકમ કરેલ હતો.

આ હુકમ અન્વયે વેરાવળ સર્વેલન્સ ટીમના પી.એસ.આઇ. એચ.બી.મુસાર, નટુભા બસીયા, દેવદાનભાઇ, ગીરશ મુળાભાઇ, અરજણ મેસુરભાઇ, સુનિલ માંડણભાઇ, મયુર મેપાભાઇ સહિતના સ્ટાફે આદિલ અનવર શેખ તથા રૂત્વીક ઉર્ફે રીતીક ગડુ મકવાણાને તડીપારના હુકમની બજવણી કરી ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર તથા અમરેલી જીલ્લાઓમાંથી તડીપાર કરવાની કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.


Loading...
Advertisement