જુનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો : 24 કલાકમાં 89 પોઝીટીવ કેસ

11 April 2021 01:42 AM
Junagadh
  • જુનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો : 24 કલાકમાં 89 પોઝીટીવ કેસ

હાલ 235 દર્દીઓ સારવારમાં : 108 કન્ટેનમેન્ટ ઝોન જાહેર

જુનાગઢ, તા. 10
જુનાગઢ સ્મશાનમાં દરરોજના કોરોના ગાઈડલાઈન મુજબ બે આંકડામાં મૃતદેહોના થતા અંતિમ સંસ્કાર સરકારી ચોપડે મૃત્યુનો આંક શુન્ય જ્યારે સ્મશાન ભૂમિ પર એવરેજ દર કલાકે એક મ્રુતદેહના કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 89 કેસ નોંધાયા છે, જેની સામે આજના દિવસમાં 17 દર્દી સાજા થતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો જિલ્લામાં હાલ 235 લોકો કોરોના સંક્રમિત હોય તેઓ એક્ટીવ કેસ તરીકે સારવાર હેઠળ છે.

જૂનાગઢ જિલ્લામાં સરકારી ચોપડે છેલ્લા 24 કલાક દરમિયાન 89 કેસ સામે આવ્યા હતા.જેમાં સૌથી વધુ કેસ જૂનાગઢ શહેરમાં 43 લોકોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા હતા, જયારે ગ્રામ્ય વિસ્તારમાં 6, કેશોદમાં 5, ભેસાણમાં 3, માળિયામાં 7, માણાવદરમાં 8, મેંદરડામાં 3, માંગરોળમાં 6, વંથલીમાં 3 અને વિસાવદરમાં 5 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેની સામે જૂનાગઢ જિલ્લામાંથી 17 લોકો કોરોનાને હરાવીને સાજા થઈને ડીસ્ચાર્જ થયા છે.

જિલ્લામાં હાલ ગ્રામ્ય વિસ્તારમાં 117 અને શહેરી વિસ્તારમાં 118 મળીને કોરોનાના 235 દર્દીઓ માં કોરોના એક્ટિવ છે સમગ્ર જિલ્લામાં 108 ક્ધટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે આ ઉપરાંત 8597 લોકોને વેક્સીનેશન કરાતા સમગ્ર જિલ્લામાં વેક્સિનેશનનો આંક 02.001.56 સુધી પહોંચ્યો છે આધાર ભુત સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગણતરીના દિવસો થી મૃત્યુઆંક માં ઉછાળો આવ્યો છે રોજ બે આંકડા માં કોરોના સંક્રમણ સંદર્ભે સરકાર ની ગાઈડલાઈન મુજબ મૃતદેહોના અંતિમસંસ્કાર જુનાગઢ સોનાપુરી સ્મશાન ખાતે થઈ રહ્યા છે.


Loading...
Advertisement