બેંકોએ માર્ચના છેલ્લા પખવાડીયામાં જ રૂા.1.55 લાખ કરોડનું ધીરાણ કર્યુ

11 April 2021 02:26 AM
Business
  • બેંકોએ માર્ચના છેલ્લા પખવાડીયામાં જ રૂા.1.55 લાખ કરોડનું ધીરાણ કર્યુ

કોરોનાના વર્ષમાં બેંકોની ડીપોઝીટ રૂા.15.45 લાખ કરોડ વધી ધિરાણ રૂા.5.80 લાખ કરોડ વધ્યુ : રિઝર્વ બેન્ક દ્વારા ડેટા જાહેર

નવી દિલ્હી તા. 10
દેશમાં એકતરફ આર્થીક મોરચે મંદી જેવા વાતાવરણને કારણે બેંક ક્રેડીટમાં લાંબા સમયથી જે ઢીલાસ વર્તાતી હતી તેમાં બેંકોમાં ડીપોઝીટ વધતા માર્જીન જાળવી રાખવા માટે માર્ચ મહીનાના આખરી પખવાડીયામાં જ બેંકોએ તેની કુલ વાર્ષીક લોનના ચોથા ભાગની લોન આ સમયમાં જ આપી દીધી હતી. માર્ચ મહીનામાં છેલ્લા પખવાડીયામાં બેંકોએ રૂ.1.55 લાખ કરોડનું ધીરાણ કર્યુ છે. જોકે તેમ છતા બેંકો તેના લક્ષ્યાંકને પહોંચી શકી ન હતી. 2019-20 ના નાણાકીય વર્ષમાં બેંકોએ કુલ રૂ.6 લાખ કરોડનું ધીરાણ કર્યુ હતુ. પરંતુ 2020-21 ના વર્ષમાં આ ધીરાણ 5.80 લાખ કરોડનું રહયુ છે અને બેંકોનું કુલ બાકી ધીરાણ રૂ.109.51 લાખ કરોડ રહેવા નોંધાયુ છે. રીઝર્વ બેન્ક દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ બેંકોને કોરોના સમયમાં ડીપોઝીટમાં પણ મોટી વૃધ્ધી નોંધાઇ છે અને સમગ્ર વર્ષ દરમ્યાન બેંકોને રૂ.15.45 લાખ કરોડની નવી ડીપોઝીટ મળી છે જે અગાઉના સમય કરતા લગભગ 8 ટકા વધુ છે. અને હાલ બેંકો પાસે રૂ.151.13 લાખ કરોડની ડીપોઝીટ છે. બેંકોના ડીપોઝીટ અને ધીરાણ વચ્ચે ગત નાણાકીય વર્ષમાં મોટો તફાવત રહયો છે. પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં બેંકોનો ધીરાણ 10 ટકા વધે તેવી ધારણા છે.


Related News

Loading...
Advertisement