બપોર સુધીમાં જ સુરત શહેરના 331 કેસ, બે ના મોત

11 April 2021 05:44 AM
Surat
  • બપોર સુધીમાં જ સુરત શહેરના 331 કેસ, બે ના મોત

સુરત તા. 10 : સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. બપોર સુધીમાં જ શહેરમાં 331 કેસ નોંધાયા છે. અને બે કોરોના પોઝીટીવ દર્દીના મોત થયા છે. આજ સાંજ સુધીમાં કેસ વધે તેવી શકયતા છે. હાલ માત્ર શહેરના જ 331 કેસ છે. ત્યારે સુરત ગ્રામ્યના અલગથી કેસ આવશે ત્યારે આંકડામાં મોટાપાયે વધારો નોંધાશે. સુરતની દિવસેને દિવસે કોરોનાની સ્થિતિ બેકાબુ બની રહી છે. રોજ 600 થી વધુ કેસ સુરતના નોંધાય રહયા છે. ત્યારે આજે બપોર સુધીમાં જ 331 લોકો કોરોના સંક્રમીત બન્યા અને બે લોકો કોરનાનો શીકાર બની ચુકયા છે. હાલ સુરતની મોટાભાગની હોસ્પીટલોના બેડ ફુલ છે. દર્દીઓને સારવાર માટે સરકાર દ્વારા વધુ બેડ ફાળવવાની વ્યવસ્થા કરાય રહી છે. આરોગ્ય ટીમ પણ કોરોનાને કાબુ કરવા અનેક પ્રયાસો કરી રહયા છે.


Loading...
Advertisement