ચીનની તાનાશાહી: જેકમાની દિગ્ગજ કંપની અલીબાબાને 2.78 અબજ ડોલરનો દંડ

11 April 2021 06:14 AM
World
  • ચીનની તાનાશાહી: જેકમાની દિગ્ગજ કંપની અલીબાબાને 2.78 અબજ ડોલરનો દંડ

અયોગ્ય સ્પર્ધાત્મક વાતાવરણ ઉભુ કરી એકાધિકારનો આરોપ લગાવી કાર્યવાહી

બીજીંગ (ચીન) તા.10
ચીની સરકારે જેકમાની કંપની અલીબાબા સામે મોનોપોલી એકાધિકારના મામલે મોટી કાર્યવહી કરી, 2.78 અબજ ડોલરનો દંડ ફટકાર્યો છે. ચીનના સ્ટેટ એડમીનીસ્ટ્રેશન ફોર માકેટ રેગ્યુલેશને આજે તેના નિવેદનમાં આ વિગત જણાવી છે. આ દંડની રકમ અલીબાબાના 2019માં ચીનમાં ઘરગથ્થુ વેચાણના 4 ટકા જેટલી હતી. આ કંપનીની સ્થાપના અબજોપતિ જેકમા દ્વારા થઈ હતી. તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે આ કંપનીએ પોતાની તાકાતથી અયોગ્ય સ્પર્ધાત્મક લાભ મેળવ્યા હતા. કંપનીએ જણાવ્યું હતું કે સોમવારે સવારે આ દંડ મામલે કોન્ફરન્સ કોલથી ચર્ચા હોંગકોંગ ખાતે થશે. કંપનીએ જણાવ્યું હતું કે દંડની સન્માનથી પાલન કરશે. વિકાસ અને નવીનીકરણ માટે કંપની કાયદાનું પાલન કરશે.


Related News

Loading...
Advertisement