ફિલ્મોએ ફરી ત્રીજા પરદાનું તરણું પકડવું પડશે?

11 April 2021 06:16 AM
Entertainment
  • ફિલ્મોએ ફરી ત્રીજા પરદાનું તરણું પકડવું પડશે?

કોરોનાના વધતા જતા કેસોને પગલે ફરી ફિલ્મોની રિલીઝનું કેલેન્ડર ડામાડોળ : ‘સુર્યવંશી’ જેવી મોટી ફિલ્મો ઓટીટી પર રિલીઝ કરાય તો ખર્ચાના પણ ન નીકળે, સિનેમા હોલમાં રજુઆતનાં હાલ કોઈ એંધાણ નથી, નાના બજેટની ફિલ્મો કદાચ ઓટીટીનો રસ્તો પકડે

મુંબઈ: વર્ષની શરૂઆતમાં કોરોના કેસ ઘટી ગયા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝે આખાલ વર્ષનું ફિલ્મોનું રિલીઝનું કેલેન્ડર જાહેર કરી દીધુ હતું. લાંબા સમયના અંતરાલ બાદ સિનેમાઘરો 100 ટકા કેપેસીટી સાથે ખુલતા ફિલ્મ નિર્માતાઓ પણ ફિલ્મોને સિનેમા ઘરોમાં રીલીઝ કરવા તૈયાર હતા અને ફિલ્મોને ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ કરવાનું પણ બંધ થઈ ગયુ હતું પણ છેલ્લા કેટલાંક દિવસથી દેશમાં કોરોનાની બીજી ખતરનાક લહેર ફેલાતા ફરી એકવાર ફિલ્મોનો પોસ્ટમેનનો સિલસિલો શરૂ થઈ ગયો છે.

એવુ કહેવાય છે કે જો પરિસ્થિતિમાં સુધારો ન થયો તો કેટલીક ફિલ્મો ફરી ઓટીટી પર ઝુકી શકે છે. અક્ષયકુમારની ‘સુર્યવંશી’ગત વર્ષે જ રિલીઝ થવાની હતી. આ મોટી ફિલ્મની રિલીઝ ફરી એકવાર અટકી પડી છે તેના વધતા ખર્ચને લઈને ફિલ્મનાં નિર્માતા ફિલ્મને ઓટીટી પર લાવે તેવી સંભાવનાઓ છે.જયારે અમિતાભ બચ્ચનની ‘ચહેરે’ ફીલ્મ પણ સીધી ઓટીટી પર આવવાની ચર્ચા હતી.હવે ફરી આ ફિલ્મની રીલીઝ મોકુફ રહેતા તે ઓટીટી પર આવી શકે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ફિલ્મ પ્રોડયુસર અને ટ્રેડ એનાલીસ્ટ ગીરીરશ જૌહર જણાવે છે કે મોટી ફિલ્મોનું ઓટીટી પર જવુ મુશ્કેલ છે. કારણ કે તેણે તેની કમાણી પણ જોવી પડે છે ખરેખર તો મોટી ફીલ્મની કિંમત ઘણી મોટી હોય છે. ઓટીટી વાળાઓ તેમને એટલી રકમ ચુકવી શકતા એટલે તેના માટે થીયેટરમાં જવુ મજબુરી છે જો મોટી ફિલ્મો ઓટીટી પર જશે તો થીયેટરો તો ખતમ જ થઈ જશે. મોટી ફીલ્મ વાળાઓનાં પૈસા હાલ તો ફસાઈ ગયા છે પણ નાની ફિલ્મવાળાઓ પરિસ્થિતિ જોઈને ઓટીટીના વિકલ્પનાં બારામાં વિચારી શકે છે.

વેવ સિનેમાનાં વાઈસ પ્રેસીડેન્ટ યોગેશ રાયજાદા જણાવે છે કે મોટી ફિલ્મો માટે ઓટીટીનું વલણ મુશ્કેલ રહેશે. જયારે નાના બજેટની ફીલ્મોનાં નિર્માતાઓ કેટલુ જોખમ ઉઠાવવા માગે છે તે જોવાનું રહેશે. સિનેમા એકઝીબીટર અક્ષય રાઠી કહે છે કે આવનારા દિવસોમાં કંઈપણ થઈ શકે છે હાલ કોઈ અનુમાન લગાવવુ અંધારામાં તીર મારવા જેવુ કહેવાશે. મારૂ માનવુ છે કે ટુંક સમયમાં પરિસ્થિતિ કાબુમાં આવશે.


Related News

Loading...
Advertisement