કાલથી વિરપુરનું વિશ્વ પ્રસિદ્ધ જલારામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ

11 April 2021 07:32 AM
Gondal Rajkot
  • કાલથી વિરપુરનું વિશ્વ પ્રસિદ્ધ જલારામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ

કોરોનાની વકરેલી મહામારીના પગલે પૂ. જલારામ બાપાના પરિવારનો નિર્ણય

રાજકોટ, તા. 10
કોરોના વાયરસની વકરેલી મહામારીના પગલે વિરપુરનું વિશ્વ પ્રસિદ્ધ સંત શિરોમણી પૂ. જલારામ બાપાનું મંદિર સાવચેતીના પગલારૂપે આવતીકાલથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. દેશ-વિદેશના ભાવીકોમાં શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમાન અને જલીયાણ ધામ તરીકે ખ્યાતિ પ્રાપ્ત પૂ. જલારામ બાપાના મંદિરને કોરોનાની મહામારીના કારણે હાલ તુરંત આવતીકાલથી બંધ કરવાનો નિર્ણય પૂ. જલારામ બાપાના પરિવાર દ્વારા લેવામાં આવેલ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે અગાઉ ચોટીલા, સતાધાર, ગાંધીનગરનું અક્ષર પુરૂષોતમ મંદિર, તોરણીયા ધામ સહિતના દેવસ્થાનો સાવચેતીના પગલારૂપે બંધ કરાયેલ છે. જે બાદ હવે સુપ્રસિદ્ધ જલારામ મંદિરને પણ આવતીકાલથી દર્શનાર્થીઓ માટે બંધ કરાયેલ છે. કોરોનાની વકરેલી સ્થિતિમાં સુધારો થયા બાદ આ મંદિર પુન: શરૂ કરવાનો નિર્ણય લેવાશે.


Related News

Loading...
Advertisement