IPL-2021 : ચેન્નઈને 7 વિકેટે હરાવતું દિલ્હી કેપિટલ્સ

11 April 2021 01:33 PM
India Maharashtra Sports
  • IPL-2021 : ચેન્નઈને 7 વિકેટે હરાવતું દિલ્હી કેપિટલ્સ
  • IPL-2021 : ચેન્નઈને 7 વિકેટે હરાવતું દિલ્હી કેપિટલ્સ
  • IPL-2021 : ચેન્નઈને 7 વિકેટે હરાવતું દિલ્હી કેપિટલ્સ
  • IPL-2021 : ચેન્નઈને 7 વિકેટે હરાવતું દિલ્હી કેપિટલ્સ

શિખર ધવન અને પૃથ્વી શોની તોફાની બેટિંગ સામે ધોની બ્રેગેડના બોલરો ફાવ્યા નહીં : 18.4 ઓવરમાં જ સરળતાથી 189નો ટાર્ગેટને પાર કર્યો

મુંબઈ:
આઈપીએલની 14મી સિઝનમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાયો હતો. જેમાં શિખર ધવન અને પૃથ્વી શોની તોફાની ઈનિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે પોતાની પ્રથમ મેચમાં ચેન્નાઈને સાત વિકેટે હરાવ્યું હતું.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 188 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. ચેન્નાઈ તરફથી રૈનાએ સૌથી વધારે 54 રન બનાવ્યા હતા.

રન ચેઝ કરવા મેદાને ઉતરેલી દિલ્હી કેપિટલ્સએ શરૂઆતથી જ મેચ પોતાની પકડમાં લઇ લીધી હતી. પૃથ્વી શો અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે 138 રનની ભાગીદારી કરી હતી. ચેન્નાઈને છેક 14મી ઓવરના ત્રીજા બોલ પર પ્રથમ સફળતા મળી હતી. બ્રાવોએ પૃથ્વીને 72 રને મોઈન અલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પરંતુ તે પહેલાં પૃથ્વીએ પોતાની ફિફ્ટી 27 બોલમાં જ પૂરી કરી લીધી હતી. પૃથ્વીએ 3 સિક્સ અને 9 ચોક્કાઓની મદદથી 78 રનોની ધમાકેદાર ઈનિંગ રમી હતી. 17મી ઓવરમાં શાર્દૂલ ઠાકૂરે ચેન્નાઈને બીજી સફળતા અપાવી હતી, શિખર ધવન 54 બોલમાં 2 સિક્સ અને 10 ચોક્કાની મદદથી 85 રનની ધમાકેદાર ઈનિંગ રમી આઉટ થયો હતો. બન્ને બેટધરોની ધાકડ રમતના કારણે 18.4 ઓવરમાં જ સરળતાથી ટાર્ગેટને પાર કરી દિલ્હીએ વિજય મેળવ્યો હતો.

● ધવનની લીગમાં 42મી ફિફટી

શિખર ધવને બેફિકર અંદાજમાં 85 રન બનાવ્યા હતા. તે શાર્દુલ ઠાકુરની બોલિંગમાં LBW થયો હતો. ધવનની લીગમાં આ 42મી ફિફટી હતી.

●પૃથ્વીના બે કેચ છૂટ્યા, ચેન્નઈએ મેચ ગુમાવી

પૃથ્વી શો 38 રને રમી રહ્યો હતો ત્યારે મોઇન અલીની બોલિંગમાં સબ્સ્ટિટયૂટ મિચેલ સેન્ટનરે તેનો કેચ છોડ્યો હતો. ત્યારબાદ પૃથ્વી 47 રને રમી રહ્યો હતો ત્યારે મોઇન અલીની બોલિંગમાં ઋતુરાજ ગાયકવાડે ડીપ મિડવિકેટ પર તેનો કેચ છોડ્યો હતો.

● ધોની શૂન્ય રને બોલ્ડ થયો

મહેન્દ્રસિંહ ધોની બેટિંગ કરવા ઉતર્યા બાદ બીજા બોલે જ શૂન્ય રને આવેશ ખાનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે લીગમાં ચોથીવાર શૂન્ય રને આઉટ થયો હતો.

ધોની આ મેચોમાં શૂન્ય રને આઉટ થયો હતો
0(1) vરાજસ્થાન રોયલ્સ, ચેન્નઈ 2010
0(2) v દિલ્હી ડેરડેવિલ્સ, ચેન્નઈ 2010
0(1) v મુંબઈ ઇન્ડિયન્સ, મુંબઈ 2015
0(2) v દિલ્હી કેપિટલ્સ, મુંબઈ 2021


Related News

Loading...
Advertisement