મહામંડલેશ્વર 1008 પૂજ્યશ્રી ભારતીબાપુ થયા બ્રહ્મલીન, વડાપ્રધાન મોદી - CM રૂપાણીએ પાઠવી શ્રદ્ધાંજલિ

12 April 2021 12:12 AM
Junagadh Gujarat Saurashtra
  • મહામંડલેશ્વર 1008 પૂજ્યશ્રી ભારતીબાપુ થયા બ્રહ્મલીન, વડાપ્રધાન મોદી - CM રૂપાણીએ પાઠવી શ્રદ્ધાંજલિ
  • મહામંડલેશ્વર 1008 પૂજ્યશ્રી ભારતીબાપુ થયા બ્રહ્મલીન, વડાપ્રધાન મોદી - CM રૂપાણીએ પાઠવી શ્રદ્ધાંજલિ
  • મહામંડલેશ્વર 1008 પૂજ્યશ્રી ભારતીબાપુ થયા બ્રહ્મલીન, વડાપ્રધાન મોદી - CM રૂપાણીએ પાઠવી શ્રદ્ધાંજલિ

ગત મોડી રાત્રે ૨.૩૦ કલાકે સરખેજ ભારતી આશ્રમમાં બ્રહ્મલીન થયા

અમદાવાદ / જૂનાગઢ : અમદાવાદ: મહામંડલેશ્વર ૧૦૦૮ પૂજ્યશ્રી ભારતીબાપુ 93 વર્ષની વયે બ્રહ્મલીન થયા છે. આજે સવારે સરખેજ આશ્રમ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. પૂજ્યશ્રી ભારતીબાપુને જૂનાગઢમાં સમાધિ આપવામાં આવશે.

પૂ. ભારતીબાપુને 5 એપ્રિલે કોરોના થયો હતો. સરખેજ ભારતી આશ્રમ તેમજ જૂનાગઢ ભવનાથ ભારતી આશ્રમના પૂજ્ય શ્રી ભારતીબાપુ મોડી રાત્રે 2.30 કલાકે બ્રહ્મલીન થયા હતા. ભારતી બાપુના અંતિમ દર્શન સરખેજ આશ્રમ ખાતે સવારે 8.30થી 9.30 સુધી રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ સમાધિ સ્થાન જૂનાગઢ ખાતે લઇ જવાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી. તેમને લખ્યું કે 'જૂનાગઢ ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજનો ઉપદેશ આપણને કાયમ પ્રેરણા આપતો રહેશે. એમના લાખો સેવકોને મારી સાંત્વના. ઈશ્વર એમના આત્માને શાંતિ પ્રદાન કરે.'
ૐ શાંતિ...!!

CM વિજય રૂપાણીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ કે, પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે અને ભક્તગણને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.”


Related News

Loading...
Advertisement