મહામંડલેશ્વર ભારતીબાપુ ગત રાત્રે 93 વર્ષની વયે થયા બ્રહ્મલીન, આજે જૂનાગઢના આશ્રમમાં બાપુને સમાધિ આપવામા આવી

12 April 2021 04:27 AM
Junagadh Gujarat Saurashtra
 • મહામંડલેશ્વર ભારતીબાપુ ગત રાત્રે 93 વર્ષની વયે થયા બ્રહ્મલીન, આજે જૂનાગઢના આશ્રમમાં બાપુને સમાધિ આપવામા આવી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી : જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા, જૂનાગઢ ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ કર્યા અંતિમ દર્શન : ઈચ્છા અનુસાર ગુરુ પાસે જ સમાધિ આપવામાં આવી, કોવિડ પ્રોટોકોલનું કરાયું પાલન

જૂનાગઢ / અમદાવાદ :
મહામંડલેશ્વર ૧૦૦૮ પૂજ્યશ્રી ભારતીબાપુ 93 વર્ષની વયે બ્રહ્મલીન થયા છે. આજે સવારે સરખેજ આશ્રમ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. પૂજ્યશ્રી ભારતીબાપુને જૂનાગઢમાં સમાધિ આપવામાં આવી.

પૂ. ભારતીબાપુને 5 એપ્રિલે કોરોના થયો હતો. સરખેજ ભારતી આશ્રમ તેમજ જૂનાગઢ ભવનાથ ભારતી આશ્રમના પૂજ્ય શ્રી ભારતીબાપુ મોડી રાત્રે 2.30 કલાકે બ્રહ્મલીન થયા હતા. ભારતી બાપુના અંતિમ દર્શન સરખેજ આશ્રમ ખાતે સવારે 8.30થી 9.30 સુધી રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમના પાર્થિવ દેહને જૂનાગઢ ભારતી આશ્રમ લઈ જવાયો જ્યાં તેમને બપોરે ૨ કલાકે સમાધિ આપવામાં આવી.

આજે જૂનાગઢમાં આવેલા ભારતી આશ્રમના ગુરુ ગાદી હોલમાં ગણતરીના સંતોની હાજરીમાં કોવિડ ગાઈડલાઈન્સના પાલન સાથે સમાધિ આપવામા આવી હતી.

PPE કીટમાં સમાધિ અને અંતિમ દર્શન :
93 વર્ષની વયે પૂ.ભારતીબાપુનું અવસાન થયું હતું. પાંચ દિવસની સારવાર બાદ પૂ. ભારતી બાપુએ ગત મોડીરાત્રીના અંતિમ શ્વાસ લીધો હતો તેના નશ્વર દેહને પીપીઈ કીટ પહેરાવી જુનાગઢ ભારતી આશ્રમ ખાતે લાવવામાં આવ્યો હતો અને થોડીવાર દર્શનાર્થે રાખ્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ પણ પૂર્ણ કરી તુરંત જ સમાધિ આપી દેવામાં આવી છે. પીપીઈ કીટ સાથે જ સમાધિ આપવામાં આવી હતી.

સાંસદ અને ધારાસભ્યએ કર્યા અંતિમ દર્શન :
સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ પૂજ્ય બાપુના અંતિમ દર્શન કર્યા.

અંતિમ ઈચ્છા અનુસાર ગુરુ પાસે જ સમાધિ આપવામાં આવી :
ભારતી બાપુએ પોતાને કઈ જગ્યાએ સમાધિ આપવી તે જગ્યા પણ અગાઉથી જ નક્કી કરી લીધેલ હતી. ભારતી આશ્રમમાં ગુરુ ગાદી તરીકે ઓળખાતા હોલમાં તેમના ગુરુ અવંતિકા ભારતી બાપુની સમાધિની નજીક તેઓને સાધુ સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ પૂર્ણ થયા બાદ તુરંત જ સમાધિ આપવામાં આવી હતી.

ભારતીબાપુનો જન્મ અરણેજ ગામમાં થયો હતો
ભારતીબાપુનો જન્મ અમદાવાદના ધોળકા તાલુકાના અરણેજ ગામમાં થયો હતો.4 જાન્યુઆરી 1965ના દિવસે તેમની દિગંબર દીક્ષા કરાઈ હતી. ત્યારબાદ 21 મે 1971ના રોજ અમદાવાદ ખાતે ભારતી આશ્રમની સ્થાપના કરી હતી તેમજ 1992માં મહામંડલેશ્વર બન્યા હતા. ભારતીબાપુએ પુરષોત્તમ લાલજી મહારાજના વ્યસન મુક્તિના સંદેશ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં કામ કર્યું. ભારતીબાપુ શ્રી પંચ દશનામ જૂના અખાડાના અંતરરાષ્ટ્રીય અધ્યક્ષ હતા.

ભારતી આશ્રમમાં દર્દીઓ માટે ફ્રી સારવાર અને દવાઓની સુવિધા
ભારતીબાપુ સરખેજમાં આવેલા ભારતી આશ્રમમાં આર્યુવેદ દવાઓનું ઔષધાલય ચલાવતા હતા. અહીં દર્દીઓને મફતમાં સારવાર તેમજ દવાઓ પણ આપવામાં આવતી હતી. ભારતી આશ્રમ સ્વયસંચાલીત ગુરુકુળ પણ ધરાવે છે જેમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ઉચ્ચશિક્ષણ આપવામાં મદદરૂમ બને છે. ભારતી આશ્રમમાં તમામ તહેવારો ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે

ઉત્તરાધિકારી / હવે આશ્રમના ગાદીપતિ બનતા પૂજ્યશ્રી હરિહરાનંદ ભારતીજી બાપુ. તેઓ આજથી જૂનાગઢ અને અમદાવાદ ભારતી આશ્રમના ગાદીપતિ બન્યા. તેઓએ ૧૯૯૬માં દીક્ષા લીધી હતી. તેઓ ૫૨ વર્ષના છે.

વડાપ્રધાનનું ટ્વીટ :
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી. તેમને લખ્યું કે 'જૂનાગઢ ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજનો ઉપદેશ આપણને કાયમ પ્રેરણા આપતો રહેશે. એમના લાખો સેવકોને મારી સાંત્વના. ઈશ્વર એમના આત્માને શાંતિ પ્રદાન કરે.'
ૐ શાંતિ...!!

મુખ્યમંત્રીની શ્રદ્ધાંજલિ :
CM વિજય રૂપાણીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ કે, પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે અને ભક્તગણને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.

મહામંડલેશ્વર ભારતી બાપુની જીવન ઝરમર
મહામંડલેશ્વર શ્રી વિશ્વંભર ભારતીજી મહારાજના ગુરૂ શ્રી અવંતિકા ભારતીજી મહારાજ દશ વર્ષની વયે સન્યાસી થયા, અમરેલી જીલ્લાના ઘાંટવડ ગામે રૂદ્રેશ્વર મહાદેવના શ્રીમહંત સૂર્યપ્રકાશ ભારતીજી મહારાજના શિષ્ય બન્યા

ગુરૂ જ સાક્ષાત ઈશ્વર છે અને ગુરૂ આજ્ઞાથી જ શ્રી અવંતિકા ભારતીજી ઘાંટવડ થી સમગ્ર રાજ્યના પરિભ્રમણ માટે નીકળી ગયા, પરિભ્રમણ દરમિયાન તેઓ અમદાવાદ આવ્યા સેવકોની લાગણીને માન આપી અમદાવાદ સરખેજ ખાતે આશ્રમ સ્થાપિત કર્યો. ઈ.સ. 1969 માં સરખેજ રેલ્વે સ્ટેશન પાસે આશ્રમ સ્થાપિત કરવા માટેની વહીવટી પ્રક્રિયા બાદ ઈ.સ. 1971 માં નિર્માણ કાર્ય શરૂ થયું અને આજે સરખેજ અમદાવાદ ખાતે એક ભવ્ય ભારતી આશ્રમ સ્થાપિત છે.

ઈ.સ. 1965 માં પ્રયાગરાજ કુંભમાં શ્રી અવંતિકા ભારતીજીએ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજીને સન્યાસ દિક્ષા આપી, વિશ્વંભર ભારતી બાપુનું જન્મસ્થાન બુટભવાની માતાનું ગામ અરણેજ છે પંચાલ જ્ઞાતિમાં તેમનો જન્મ થયો હતો.

1976માં ગુરુ બ્રહ્મલીન થતા આશ્રમની જવાબદારી સંભાળી
​​​​​​​ભાદરવા સુદ બીજ શુક્રવાર અને તા. 27-08-1976 ના રોજ 42 વર્ષની વયે શ્રી અવંતિકા ભારતીજી બ્રહ્મલીન થયા અને આશ્રમની જવાબદારી શ્રી વિશ્વંભર ભારતીજી પર આવી પડી, ગુરૂ આજ્ઞા મુજબ ભજન અને ભોજનને પોતાનો મંત્ર બનાવ્યો. આશ્રમના વિકાસ હેતુ ઈ.સ. 1978 માં શ્રી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટની રચના કરી તે સમયે શ્રી મોરારીબાપુની રામકથાનું આયોજન કરાયું હતું.

સાડા સાત વર્ષ સુધી અન્ન ગ્રહણ ના કરવાની પ્રતિજ્ઞા લીધી હતી
પોતાના ગુરૂ બ્રહ્મલીન થયા બાદ ગુરૂના સંકલ્પને સિધ્ધ કરવા અન્ન ગ્રહણ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને સાડા સાત વર્ષ સુધી અન્ન ગ્રહણ ન કર્યુ તા. 13-05-1983 ના મહારૂદ્રયાગ માં દ્વારકા શારદાપીઠના જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના હાથે ઉપવાસના પારણાં કર્યા હતા. સેવાને જ પોતાનો ધર્મ માની અવિરત સેવાકાર્યો કર્યા.

1993માં બાપુને મહામંડલેશ્વરનું ગૌરવશાળી પદ એનાયત કરાયું હતું
તા. 24-01-1993 ના રોજ શ્રી પંચ દશનામ જૂના અખાડાના પદાધિકારીઓ અને આચાર્ય મહામંડલેશ્વર શ્રી જૂના પીઠાધીશ્વર સ્વામીશ્રી લોકેશાનંદ ગીરીજી મહારાજ અને સર્વ સંમતિથી શ્રી વિશ્વંભર ભારતીજીને અખાડાના મહામંડલેશ્વરનું ગૌરવશાળી સર્વોચ્ચ પદ એનાયત કરી પટ્ટાભિષેક કરાયો હતો તે સમયે રાજ્યના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ, નાણામંત્રી છબીલદાસ મહેતા, સાંસદ ઉર્મિલાબેન પટેલ અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

93 વર્ષની જૈફ વયે શ્રી ભારતીબાપુ બ્રહ્મલીન થતાં ગિરનાર ક્ષેત્રના સાધુ સંતો અને ભારતી આશ્રમ સેવકગણ સહીત જૂનાગઢની જનતામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોતાના ભજન અને ભોજનના સુત્ર અને સેવાયજ્ઞને કારણે ભારતીબાપુ ભૂલાઈ તેમ નથી, ન માત્ર સાધુ સંતો પરંતુ જાહેર જનતા માટે પણ ભારતીબાપુ હર હંમેશ તત્પર રહેતા, લોકોના પ્રાણ પ્રશ્નો હોય કે કોઈ સેવાકાર્ય હોય કે કોઈ આપત્તિ સમય હોય, ભારતી બાપુ સેવા કાર્યનું બીડુ ઝડપી લેતાં અને નિસ્વાર્થ ભાવે સેવાકાર્યમાં લાગી જતાં. મહામંડલેશ્વર તરીકે સાધુ સમાજમાં તેમનું સર્વોચ્ચ સ્થાન હતું, જૂનાગઢ શહેરના વિકાસના કામો હોય કે ભવનાથ તળેટીમાં આયોજન થનારા ઉત્સવો હોય ભારતી બાપુનું સ્થાન અગ્રેસર રહેતું. જીલ્લા વહીવટી તંત્ર પણ બાપુનું સન્માન કરીને તેમના સૂચનો અને સલાહ પ્રમાણે આયોજન કરતું રાજકીય પક્ષોના નેતાઓ અને સામાજીક આગેવાનો પણ ભારતી બાપુ સાથે ચર્ચા વિચારણા કરતાં અને તે પ્રમાણે ઉત્સવોના આયોજનો થતાં હતા.

પોતાની કોઠા સૂઝ, બુધ્ધિ ચાતુર્ય અને પ્રેમભાવને કારણે સૌ કોઈને તેમના માટે એક આદર ભાવ હતો. ભારતી બાપુ હેતના હિમાલય સમાન હતા, કોઈપણ વ્યક્તિ તેમની પાસે જાય એટલે ખુબ જ ભાવપૂર્વક જાણે એ વ્યક્તિ તેનો પોતાનો હોય તેવા પ્રેમભાવ થી રહેતાં, પોતાના ગુરૂની આજ્ઞાનું જીવન પર્યંત પાલન કર્યું , સરખેજ અને ભવનાથ બન્ને ભારતી આશ્રમ ખાતે અવિરત સેવાયજ્ઞ ચાલુ કર્યા, ભૂખ્યાને ભોજન આપવું અને ભજન કરવું.આ જીવનનો એક મંત્ર બનાવીને ભજન કરો અને ભોજન કરાવો ના સુત્રને ચરિતાર્થ કર્યું.

ભારતી બાપુ ની ખોટ પૂરી શકાય તેમ નથી આજે સમગ્ર દેશના સાધુ સંતો, નેતાઓ અને તેમના સેવકગણોમાં શોકની લાગણી સાથે 'સાંજ સમાચાર' પરિવાર સહિત આજે સૌ કોઈ તેમને શ્રધ્ધા સુમન અર્પણ કરી રહ્યા છે.

Related News

Loading...
Advertisement