ભાવનગરમાં કોરોનાના નવા ૯૭ કેસ, ૪૮ દર્દીઓ સાજા થયા

12 April 2021 11:11 AM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં કોરોનાના નવા ૯૭ કેસ, ૪૮ દર્દીઓ સાજા થયા

જિલ્લામાં નોંધાયેલા કુલ ૭,૮૦૯ કેસો પૈકી ૮૦૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.11
ભાવનગરમાં આજરોજ ૯૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૭,૮૦૯ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૪૧ પુરૂષ અને ૨૭ સ્ત્રી મળી કુલ ૬૮ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે.

જ્યારે તાલુકાઓમાં મહુવા ખાતે ૩, તળાજા તાલુકાનાં ઝાંઝમેર ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના ગુંદી ગામ ખાતે ૨, ઉમરાળા ખાતે ૧, સિહોર ખાતે ૫, તળાજા તાલુકાનાં પીપરલા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૨, તળાજા તાલુકાના રોયલ ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, તળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાનાં કાળાતળાવ ગામ ખાતે ૨, તળાજા ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૧, ઉમરાળા તાલુકાના ઘરવાળા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના ખાટડી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કમળેજ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના માલણકા ગામ ખાતે ૧ તેમજ ભાવનગર તાલુકાના ત્રબક ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨૯ લોકોના કેસ પોઝિટિવ નોંધાયા છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૩૪ અને તાલુકાઓમાં ૧૪ કેસ મળી કુલ ૪૮ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે.
આમ જિલ્લામાં નોંધાયેલા ૭,૮૦૯ કેસ પૈકી હાલ ૮૦૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ૭૬ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.


Related News

Loading...
Advertisement