વાંકાનેર માર્કેટયાર્ડ તા. 18 સુધી બંધ

12 April 2021 11:27 PM
Morbi
  • વાંકાનેર માર્કેટયાર્ડ તા. 18 સુધી બંધ

કોરોનાના ફૂંફાડાના પગલે નિર્ણય : માલ વેચવા માટે નહીં લાવવા ખેડૂતોને અપીલ

(નીલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. 12 : વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની બીજી લહેરથી ઘણા લોકો સંક્રમીત થયા છે ત્યારે જાહેર સ્થળ ઉપર મોટો સમુહ એકત્ર કરવો જોખમરુપ હોય વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં પણ કર્મચારીઓ-ખેડુતો કે વેપારીઓ શરદી-તાવ-ઉધરસના વાયરલમાં આવેલા હોય અને યાર્ડમાં જાહેર હરરાજી સ્થળે આ પ્રકારના લોકોમાંનું કોઇ કોરોનાના લક્ષણ વાળુ આવી જાય અને વેપારીઓ ખેડુતો કે કર્મચારીઓમાં સંક્રમણ ફેલાય જાય તો ઘણા લોકો ચીંતામાં મુકાય જાય. ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી વાંકાનેર માર્કેટીંગ યાર્ડના ચેરમેન શકીલભાઇ પીરઝાદા, સેક્રેટરી ચૌધરીભાઇ એ તાકીદે ઉપરોકત તમામ વાતને ધ્યાનમાં લઇને હાલ માર્કેટીંગ યાર્ડ આગામી તા. 18-4 ને રવીવાર સુધી બંધ રાખવામાં આવશે અને જયા સુધી બીજી જાણ નો થાય ત્યા સુધી ખેડુતોએ પોતાનો માલ યાર્ડમાં વેચવા માટે નહી લાવવા સૌ ખેડુતોને અપીલ કરી છે.


Loading...
Advertisement