જસદણ-વિંછીયા પંથકના હેલ્થ સેન્ટરોમાં ખાલી જગ્યાથી આરોગ્ય સેવા વધુ કથળી

12 April 2021 11:35 PM
Jasdan
  • જસદણ-વિંછીયા પંથકના હેલ્થ સેન્ટરોમાં 
ખાલી જગ્યાથી આરોગ્ય સેવા વધુ કથળી

પી.એચ.સી. સેન્ટરોમાં મેડીકલ ઓફિસર સહિતની જગ્યા ખાલી : રજુઆત

(ધર્મેશ કલ્યાણી)
જસદણ, તા. 12
ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે રાજકોટ જિલ્લામાં નવી પાંચ તાલુકા હેલ્થ ઓફિસ શરુ કરવામાં આવેલ હતી તેમાંથી ચાર તાલુકા હેલ્થ ઓફિસમાં એન.આર.એચ.એમ.નો રેગ્યુલર સ્ટાફ ભરવામાં આવેલ પરંતુ રાજકોટ ડી.ડી.ઓશ્રી અને ર્ડા .ભંડેરી દ્વારા વિંછીયા તાલુકા હેલ્થ ઓફિસમાં એન.આર.એચ.એમ.નો રેગ્યુલર સ્ટાફ આજ તારીખ સુધી ભરેલ ન હોય તાલુકાની આરોગ્ય સેવા કથળેલ છે. વિંછીયા તાલુકામાં છ પી.એચ.સી આવેલ છે તેમાં મેડિકલ ઓફિસરની ચાર જગ્યા ખાલી છે બે પી.એચ.સીમાં ડોક્ટરની નિમણૂંક થયેલ છે તેમાંથી એક ડોક્ટરને તાલુકા હેલ્થ ઓફિસનો ચાર્જ આપેલ છે જેથી પાંચ પી.એચ.સી મેડિકલ ઓફિસર વગર રામ ભરોષે ચાલે છે. રાજકોટ જિલ્લાના એક પણ તાલૂકામાં સ્ટાફની ઘટ નથી તો રાજકોટ ડી.ડી.ઓશ્રી અને ર્ડા .ભંડેરી દ્વારા વિંછીયા તાલુકામાં આજ તારીખ સુધી કેમ આરોગ્યની જગ્યા ભરવામાં આવેલ નથી, સી.એચ.સી વિંછીયામાં મેડિકલ ઓફિસર, લેબોરેટરી ટેકનિશિયન અને ડેન્ટલની કાયમી નિમણુંક આજ તારીખ સુધી કરવામાં આવેલ નથી.

વિંછીયા તાલુકાના 46 ગામો કુદરતના ભરોસે જીવી રહેલ છે. ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આરોગ્ય મંત્રીને અને ડી.ડી.ઓ. અને જિલ્લા આરોગ્ય અધિકારીના ચાર્જમાં ર્ડા.ભંડેરીને અનેક રજુઆત કરેલ હોવા છતાં આજ તારીખ સુધી વિંછીયા વિસ્તારના આરોગ્ય વિભાગના પ્રશ્નો હલ કરવામાં આવેલ નથી. ગુજરાત સરકાર દ્વારા જસદણ અને વિંછીયા તાલુકાને હાઈ પ્રાયોરેટીનાં નિયમમાં મુકેલ હોય તેવા વિસ્તારમાં આરોગ્ય સ્ટાફની જગ્યા ખાલી રાખી શકાતી નથી જાણી જોઇને રાજકોટ ડી. ડી. ઓ અને ડો. ભંડેરી દ્રારા આ વિસ્તારના લોકોને આરોગ્ય લક્ષી સેવા પૂરી ન પાડવા માટેના પ્રયાસ છે.


ગુજરાત રાજ્ય પૂર્વ સંકલન સમિતિના પ્રમુખ કેરાળિયા ભુપતભાઈ સુંદરભાઈ દ્વારા સી.આર.પાટીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા, ગુ .રા,જયંતિ રવિ આરોગ્ય સચિવ ગુ.રા ,અને કલેક્ટર રાજકોટ ને લેખિત રજૂઆત કરેલ.


Loading...
Advertisement