બાબરાના લાલકા ગામે વૃદ્ધાનું અગ્નિસ્નાન

12 April 2021 11:38 PM
Amreli
  • બાબરાના લાલકા ગામે વૃદ્ધાનું અગ્નિસ્નાન

અમરેલી શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી : ટે્રકટરો જપ્ત

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 12
બાબરા તાલુકાના લાલકા ગામે રહેતા કડલબેન લખુભાઈ સાઢમીયા નામના 65 વર્ષીય વૃઘ્ધાને માનસિક બિમાર હોય, જેની દવા પણ ચાલુ હોય, પોતે પોતાની જાતે ઘરમાં પડેલ પેટ્રોલના શીશામાંથી પેટ્રોલ પોતાના શરીરે છાંટી દઈ દિવાસળી ચાંપી દઈ સળગી જતા પ્રથમ જેતપુર અને વધુ સારવાર માટે જૂનાગઢ દવાખાને ખસેડાયેલ. જયાં વૃઘ્ધાનું મૃત્યુ નિપજયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


રેતી ચોરી
અમરેલી તાલુકાના સરંભડા ગામે આવેલ શેત્રુંજી નદીના પટમાં ગઈકાલે મોડી રાત્રીના સમયે સરંભડા ગામે રહેતા રમેશભાઈ રાઘવભાઈ દાફડા તથા અજયભાઈ રસીકભાઈ દાફડા પોતાના હવાલાવાળા બે ટ્રેકટર ટ્રોલીમાં પાસ પરમીટ વગર રેતી ભરતા હોય, આ અંગે અમરેલી તાલુકા પોલીસને બાતમી મળતા દરોડો પાડતા બે ટ્રેકટર, ટ્રોલી મળી આવતા પોલીસે રૂા.3,02,000નો મુદામાલ કબ્જે લીધો હતો. જયારે આરોપી હાજર મળી આવેલ ન હતા.


Loading...
Advertisement