ભાવનગર રેન્જ પોલીસ દ્વારા રૂા. 65.13 લાખનો માસ્ક દંડ વસુલાયો : કડક કાર્યવાહી

12 April 2021 11:41 PM
Bhavnagar
  • ભાવનગર રેન્જ પોલીસ દ્વારા રૂા. 65.13
લાખનો માસ્ક દંડ વસુલાયો : કડક કાર્યવાહી

ભાવનગર, અમરેલી, બોટાદ જિલ્લામાં માસ્ક નહીં પહેરનારા દંડાયા

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા. 12
ભારત સરકાર તથા ગુજરાત સરકાર કરવામાં આવેલ લોકડાઉન, અનલોક તથા તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 30/04/2021 સુધી ગુજરાત રાજ્યના મુખ્ય શહેરોમાં નાઇટ કર્ફ્યુ અમલમાં મૂકવામાં આવેલ છે. લોકોએ પોતાના ઘરથી બહાર નિકળતી વખતે કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે કઇ-કઇ તકેદારી રાખવી જોઇએ તે માટે ગુજરાત સરકાર દ્વારા ગાઇડલાઇન નિર્દિષ્ટ કરવામાં આવેલ છે તેમ છતાં અમુક લોકો દ્વારા જાહેરનામાનો ભંગ કરતા જણાઇ આવતા ભાવનગર રેન્જ પોલીસ દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.


માસ્કના કેસો (દંડ): ભાવનગર રેન્જમાં માસ્ક ન પહેરનાર 6513 કેસો કરી રૂ/-65,13,000 નો દંડ કરવામાં આવેલ છે. (ભાવનગર કેસ-3523 દંડ રૂ/-35,23,000, અમરેલી કેસ-2615 દંડ રૂ/-26,15,000 બોટાદ કેસ-375 દંડ રૂ/-3,75,000).


આઇપીસી 188, 269, 270, 271 અને ઝવય ઊાશમયળશભ ઉશતયફતય અભિ.ં2005 : ભાવનગર રેન્જમાં ઈંઙઈ 188, 269, 270, 271 અને ઝવય ઊાશમયળશભ ઉશતયફતય અભિ.ં2005 મુજબ કુલ-110 ગુન્હા દાખલ કરવામાં આવેલ છે જેમાં ભાવનગરમાં જિલ્લામાં 42 કેસ, અમરેલી જિલ્લામાં 40 કેસ તથા બોટાદ જિલ્લામાં 28 કેસ કરવામાં આવેલ છે.


નાઇટ કર્ફ્યુ દરમ્યાન પોતાના ઘરથી બહાર ન નિકળવા તેમજ દિવસ દરમ્યાન બિનજરૂરી પોતાના ઘરની બહાર ન નિકળવું, માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને દંડિત કરવામાં આવશે તથા કામ વિના ઘરની બહાર નિકળનાર લોકોના વાહનો ડીટેઇન કરવામાં આવશે અને પોલીસને સંપૂર્ણ સહયોગ આપવા માટે પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર ઈંઙજ, નાઓ દ્વારા જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવે છે.


Loading...
Advertisement