ઉનાના ખાપટ ગામે ગાયે આતંક મચાવતા બાળક સહિત ચાર ઘવાયા

12 April 2021 11:47 PM
Rajkot Saurashtra
  • ઉનાના ખાપટ ગામે ગાયે આતંક મચાવતા બાળક સહિત ચાર ઘવાયા

બાળકી-વૃઘ્ધાને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા

ઉના તા.12
ઉનાના ખાપટ ગામમાં રહેણાંક વિસ્તારમાં અચાકન ગાયએ આંતક મચાવતા જે કોઇને મારવા દોડતા બાળકી સહીત 4ને ગંભીર ઇજા પહોચાડતા તાત્કાલીક ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખાપટ ગામમાં રહેતા રેણુકાબેન ભાણજીભાઇ સોલંકી ઉ.વ. 7, રોજીનાબેન ઇસુબભાઇ શેખ ઉ.વ.20, અબ્દુલભાઇ સૈયદભાઇ શેખ ઉ.વ.57 તેમજ બોધાભાઇ દમણીયા ઉ.વ.70 જેવા ગામમાં ઉપરોક્ત યુવતી ગામમાં આવેલ પાણીની ડંકીમાં પાણી ભરતી હોય ત્યારે અચાનક ગાયે આંતક મચાવતા યુવતી તેમજ આધેડ પર હુમલો કરી દેતા પગના ભાગે અને શરીરના ભાગમાં ગંભીર ઇજા કરી હતી. અને બન્ને યુવતીના પગમાં ફેક્ચર કરી દેતા તાત્કાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવેલ છે.

જ્યારે ગામના ઝાંપા પાસે ઉભેલા વૃધ્ધ બોધાભાઇને પણ ઇજા કરતા બાળકી સહીત તમામ ચારેય વ્યક્તિઓને હોસ્પીટલે ખસેડવામાં આવેલ છે. જોકે ગામ લોકોના જણાવ્યા મુજબ ગાય ગાંડી થઇ હોવાનું જણાવેલ હતું. જેથી ગાયએ આંતક મચાવતા ગામ લોકોમાં ભાગદોડી મચી ગયેલ હતી. અને લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ હતો. આ બનાવની જાણ વનવિભાગને થતાં તાત્કાલીક ખાપટ ગામ દોડી જઇ ગાયને પકડવા પ્રયાસ કરેલ પરંતુ ગાય ગામની સીમ વાડી વિસ્તારમાં નાશી છુટી હોવાનું જાણવા મળેલ. જોકે આંતક મચાવેલ ગાયને તાત્કાલીક પાંજરે પુરવા લોકોની માંગ ઉઠી રહી છે. નહી તો ગામમાં નિર્દોષ લોકોને હુમલાનો ભોગ બનવું પડે તે પહેલા સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલીક પકડી પાડી દૂર ખસેડવા માંગ ઉઠવા પામેલ છે.


Related News

Loading...
Advertisement