જસદણ વોર્ડ નં.5માં યોજાયેલ મેગા રસીકરણ કેમ્પમાં 450 લોકોને ડોઝ

13 April 2021 12:03 AM
Jasdan
  • જસદણ વોર્ડ નં.5માં યોજાયેલ મેગા રસીકરણ કેમ્પમાં 450 લોકોને ડોઝ

રસી લેનાર તમામને ચકલીના માળા-કુંડાનું વિતરણ

(નરેશ ચોહલીયા) જસદણ, તા. 12
જસદણના ચિતલીયા નાળા રોડ આદ્યશક્તિ નગર વોડ નંબર 5 માં નગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર રીટાબેન ભુવાના મકાનમાં કોરોના સામે લડવા માટે મેગા રશીકરણ નો કાર્યકર્મ કરવા માં આવ્યો હતો આ કેમ્પ ને સફળ બનાવવા માં માર્ગ દર્શન આપેલ તેવા યુવા ભાજપ પ્રમુખ વિજય ભાઈ રાઠોડ અને લાઇન્સ કલબ ઓફ જસદણ (યુનિક)રમેશભાઈ હીરપરા.(શક્તિ)ની જહેમત થી 450 લોકો ઍ મતદાતા ની જેમ 1 કલાક થી વઘારે સમય લાઇન મા ઉભા રહીને કોરોના રશી ડોઝ લઈ ને સુરક્ષિત થયા હતા.

આ કેમ્પ માં આરોગ્ય ટિમ ના જીતુભાઇ વોરા અને અફઝલ અને તેની ટીમ દ્વારા જરા પણ ટ્રાફિક ની પર્વા કર્યા વગર સતત મહેનત કરી અને માત્ર 4 કલાક માં 450 જેટલા લોકો ને રશી આપી અને સાથે ચકલી ના માળા અને પાણી ના કુંડા આપવા માં આવ્યા હતા..આ કેમ્પ ને સફળ બનાવવામાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઇ મકાણી યુવા ભાજપ મહા મંત્રી સુરેશ છાયાણી પૂર્વ નગર પાલિકા સદસ્ય રીટા બેન ભુવા પૂર્વ નગર પાલિકા પ્રમુખ ભરત ભાઈ છાયાણી યુવા ભાજપ ઉપ પ્રમુખ દિપુભાઇ વાધેલા અમર્શિભાઈ રાઠોડ .હાર્દિક પલ્લુંભુવા જસદણ નગરપાલિકા વોડ નંબર 5 નાસદસ્ય નરેશભાઇ ચોહલીયા ..હશુભાઈ રોકડ.સાગર સાવલિયા વલ્લભભાઈ ખાખરીયા. જગદીશ હિરપરા નવદીપ રામાણી આ રશી કરણ ના ઇન્ચાર્જ પંકજભાઇ ચાવ અને સહ ઇન્ચાજ ડો કેતન ભાઈ પટેલ બાવનજીભાઇ સખીયા તળશીબાપા ભુવા સહિત ના આગેવાનો ઍ જહેમત ઉઠાવી હતી.


Loading...
Advertisement