જસદણ વૈષ્ણવ હવેલીના મુખ્યાજી ઘનશ્યામ જોશીએ વેકસીન લીધી

13 April 2021 12:15 AM
Jasdan
  • જસદણ વૈષ્ણવ હવેલીના મુખ્યાજી
ઘનશ્યામ જોશીએ વેકસીન લીધી

(ધર્મેશ કલ્યાણી) જસદણ, તા. 12
સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની જસદણની શ્રી ગોવર્ધનનાથજીની હવેલીના મુખ્યાજી ઘનશ્યામભાઈ સોહનલાલ જોશીએ તાજેતરમાં કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન લીધી હતી. મુખ્યાજી ઘનશ્યામભાઈ જોશીએ પ્રથમ ડોઝ લઈને જણાવ્યું હતું કે દરેક વૈષ્ણવો સહિત તમામ લોકોએ કોઇ પણ જાતનો ડર રાખ્યા વગર વેક્સિન લેવી જોઈએ. વેક્સિન લઈને આપણા ગામને, રાજ્યને અને રાષ્ટ્રને સલામત બનાવવું જોઈએ. મુખ્યાજી ની સાથે સાથે હવેલીના મેનેજર દિનેશભાઈ ચાવે પણ વેક્સિન નો પ્રથમ ડોઝ લીધો હતો.


Loading...
Advertisement