ઉનામાં સરકારી કોરોના રિપોર્ટ નેગેટીવ અને ખાનગીમાં પોઝીટીવ : તંત્રનું લોલમલોલ

13 April 2021 12:26 AM
Rajkot Saurashtra
  • ઉનામાં સરકારી કોરોના રિપોર્ટ નેગેટીવ અને ખાનગીમાં પોઝીટીવ : તંત્રનું લોલમલોલ

મેડીકલ ઓફિસર કોરોના સંક્રમિત : લોહાણા વેપારીનું મોત

ઉના તા.12
નાધેર પંથકમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હોય તેમ હવે કોરોના વાયરસ ગ્રામ્ય વિસ્તાર સુધી પોહચી ગયો છે. અને છેલ્લા ચાર દિવસમાં કોરોના પોઝીટીવના ઓછામાં ઓછા 100 થી વધુ કેઇસો આવ્યો છે. જોકે તેનાથી વધુ પણ હોઇ શકે તો નવાઇ કહેવાશે નહી પરંતુ સ્થાનિક આરોગ્ય વિભાગના તબીબ કોરોના પોઝીટીવ કેઇસના સાચા આંકડા આપવામાં ઉપલા અધિકારીની લાજ કાઢી રહ્યુ હોવાથી પોઝીટીવ કેઇસના આંકડા આપતા નથી. હવે પોઝીટીવ કેઇસના સાચા આંકડા ન આવવાનું કારણ સરકાર જાણે અને જીલ્લા આરોગ્ય અધિકારી જાણે પણ દુ:ખની વાત એ વેકે હાલના સમય મુજબ સંક્રમણ અટકાવવા સાચા આંકડા જાહેર કરવાથી પ્રજા પણ સાવચેત રહે પણ અહી એવુ થતુ નથી. અને કોરોનાના કેઇસ દિન-પ્રતિદીન વધી રહ્યા છે.


ત્યારે કોરોનાનાં પણ અલગ અલગ સ્વરૂપ જોવા મળતા હોય તેમ કોઇ વ્યક્તિને સામાન્ય તકલીફ થતી હોય ત્યારે સરકારી (અર્બન)માં પોતાનો કોરોનાનો રેપીડ ટેસ્ટ કરાવવા જાય અને ટેસ્ટ કરાવ્યા બાદ રીપોર્ટ નેગેટીવ આવતાએ વ્યક્તિ હાશકારો અનુભવે છે. અને રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદએ વ્યક્તિ અનેક લોકોના સંપર્કમાં પણ આવેલ હોય છે. પરંતુ તેમના શરીરમાં કોરોનાના લક્ષણો હોય તેમ છતાં નેગેટીવ રીપોર્ટ આવ્યો હોય બાદમાં એ વ્યક્તિ પોતાનો રીપોર્ટ ખાનગીમાં કરાવે છે તો ત્યાં પોઝીટીવ રીપોર્ટ આવે છે. આવા અનેક કિસ્સાઓમાં આવુ બનેલ અને તેમાંથી ધણા લોકો હાલ વેરાવળ મુકામે સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યુ છે. ત્યારે આવા અનેક લોકો શહેરમાં હશે કે જેમનો રેપીડ ટેસ્ટ નેગેટીવ આવ્યો હશે. અને ખરેખરએ પોઝીટીવ હોઇ શકે ? આવી અનેક બાબતો સામે આવી રહી છે. ત્યારે હાલ સંક્રમણ કેમ અટકાવવું તેવો સવાલ વહીવટી તંત્ર સામે ઉભો થયો છે. કેમ કે વર્તમાન પરિસ્થિતી તરફ નજર કરવામાં આવે તો ઉના પંથકમાં સંક્રમણ દિન-પ્રતિદીન વધી રહ્યુ છે. ત્યારે આ સંક્રમણ ઓછુ કરવા સ્વૈછીક 6 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. પરંતુ કોરોનના સામે સાવચેત રહેવું જરૂરી છે.


મેડીકલ ઓફીસર કોરોના પોઝીટીવ
ઉના સરકારી હોસ્પીટલના મેડીકલ ઓફીસરના રેપીડ ટેસ્ટ કરાવતા તેમનો રીપોર્ટ પોઝીટીવ આવતા હાલ તેમને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
લોહાણા વેપારી અગ્રણીનું મોત
ઉના શહેરના લોહાણા વેપારી અગ્રણી કોરોના સંક્રમિત થયા બાદ સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યુ હતું.


Related News

Loading...
Advertisement