અમરેલી જિલ્લામાં 48 શખ્સો સામે જાહેરનામા ભંગનો કેસ

13 April 2021 12:31 AM
Amreli
  • અમરેલી જિલ્લામાં 48 શખ્સો
સામે જાહેરનામા ભંગનો કેસ

અમરેલી, તા. 12
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોકડાઉનનો ભંગ કરતા 48 ઈસમો સામે 48 ગુન્હાઓદાખલ કરી, 59 વાહનો ડિટેઈન કરતી કર્યા છે.
વાહનોમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનો ભંગ કરી, પેસેન્જર બેસાડેલ તેવા 9 ઈસમો સામે 9 ગુન્હાઓ રજી. કરાવવામાં આવેલ છે. કોરોનાની મહામારી ફેલાવાની સંભાવના હોવા છતાં રાત્રિ કર્ફયૂનો ભંગ કરી જાહેર આરોગ્ય સાથે ચેડા કરતા મળી આવેલ 4 ઈસમો વિરૂઘ્ધ 4 ગુન્હાઓ રજી. કરવામાં આવેલ છે. માસ્ક પહેર્યા વગર તથા સેનીટાઈઝર સાથે નહીં રાખી મુસાફરી કરતા મળી આવી જાહેર આરોગ્ય સાથે ચેડા કરતા 33 ઈસમો વિરૂઘ્ધ 33 ગુન્હાઓ રજી. કરવામાં આવેલ છે. દુકાનો તથા લારીઓ પર ટોળા ભેગા કરી સોશ્યલ ડિસ્ટન્સીંગ અંગેના જાહેરનામાનો ભંગ કરતા ર ઈસમો વિરૂઘ્ધ ર ગુન્હા રજી.કરવામાં આવેલ છે.


Loading...
Advertisement