ફરી કાળઝાળ ગરમી શરૂ : 42.6 ડીગ્રી સાથે અમદાવાદ ‘હોટેસ્ટ’ !

13 April 2021 01:46 AM
Rajkot Saurashtra
  • ફરી કાળઝાળ ગરમી શરૂ : 42.6 ડીગ્રી સાથે અમદાવાદ ‘હોટેસ્ટ’ !

રાજકોટ-ભૂજ-સૂરેન્દ્રનગર-ગાંધીનગરમાં પણ 42 ડીગ્રી ઉપર તાપમાન

રાજકોટ તા. 12
રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે દિવસથી ઉતર-ઉતર પૂર્વનાં સુકા પવનો ફુંકાતા ફરી કાળઝાળ ગરમી શરુ થઇ ગઇ છે. અને અનેક સ્થળોએ 41 થી 42 ડીગ્રી તાપમાન નોંધાવા પામ્યુ છે.
ગઇકાલે રાજયનું સૌથી હોટ સીટી અમદાવાદ રહેવા પામ્યુ હતુ.
ગઇકાલે અમદાવાદ ખાતે મહતમ તાપમાન 42.6 ડીગ્રી નોંધાયુ હતુ. આથી અમદાવાદ વાસીઓ અગન ભઠ્ઠીમાં શેકાયા હતા. આ ઉપરાંત રાજકોટ ખાતે 42 ડીગ્રી, ભુજમાં 42.4 ડીગ્રી અને સુરેન્દ્રનગરમાં 42.3 ડીગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતુ.
આ ઉપરાંત ડીસા ખાતે 41.4 ડીગ્રી, વડોદરામાં 40.8, કેશોદમાં 41.1, અને ભાવનગર ખાતે 39.3 ડીગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતુ.
ૃજયારે કંડલા ખાતે ગઇકાલે 40 ડીગ્રી, અમરેલીમાં 41.8 ડીગ્રી, ગાંધીનગરમાં 42.2 ડીગ્રી અને વલ્લભ વિધાનગર ખાતે 41.5 ડીગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન કચેરીએ પવનની દિશા બદલાતા સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી આકરી ગરમીની આગાહી કરી છે.
દરમ્યાન ગઇકાલે સૌરાષ્ટ્રનાં દરીયાકાંઠાનાં શહેરોમાં ગરમીમાં રાહત રહેવા પામી હતી.


Related News

Loading...
Advertisement