ગોંડલ વિસ્તારમાં અકસ્માતના બે બનાવમાં ત્રણને ઇજા

13 April 2021 01:48 AM
Gondal
  • ગોંડલ વિસ્તારમાં અકસ્માતના 
બે બનાવમાં ત્રણને ઇજા

સુરેશ્વર ચોકડી પાસે કાર હડફેટે પિતા-પુત્ર ગંભીર રીતે ઘવાયા

ગોંડલ તા.12
અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ નેશનલ હાઈવે જામવાળી ચોકડી પાસે વીરપુરના મુકેશભાઈ અશોક ભાઈ ડોબરીયા બાઈક જીજે03બીઆર0520 ઉપર ગોંડલ થી વિરપુર જઈ રહ્યા હતા ત્યારે જુનાગઢ તરફથી પુરપાટ ઝડપે દોડી આવી રહેલ બોલેરો જીજે11ઝેડ9163 ના ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા જ્યારે અકસ્માતનો બીજો બનાવ સુરેશ્વર ચોકડી પાસે બનવા પામ્યો હતો જેમાં જીજે03એએમ2483 ઉપર સુરેશભાઈ ભાદાભાઇ સોસા અને તેનો દીકરો ઉમેશ પસાર થઇ રહ્યા હતા ત્યારે સ્કોડા કાર જીજે04બીએફ1718 ના ચાલક કે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં પિતા-પુત્રનું ગંભીર રીતે ઘવાતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા ઉપરોકત બનાવ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.


Loading...
Advertisement