ગોંડલમાં પાંચ બાઇક ચાલકોએ સ્વૈચ્છીક લોકડાઉનના લીરા ઉડાવતા લોકોમાં રોષ

13 April 2021 01:52 AM
Gondal
  • ગોંડલમાં પાંચ બાઇક ચાલકોએ સ્વૈચ્છીક લોકડાઉનના લીરા ઉડાવતા લોકોમાં રોષ

છાકટાવેડા કરનાર બાઇક ચાલકો સામે પગલા લેવા માંગ

ગોંડલ તા.12
શહેરમાં દરેક વિસ્તારમાં કોરોના ના કેસ વધી રહ્યા છે ટપો ટપ લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે પાલિકા, વ્યાપારી મંડળ અને તંત્ર ના સહિયારા પ્રયાસોથી શનિવારથી સાંજના સાત થી સવારના સાત વાગ્યા સુધી અઠવાડિયાં માટે સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરાયું હોય ત્યારે કૈલાશબાગ રોડ, જેતપુર રોડ તેમજ ભોજરાજપરા મેઈન રોડ ઉપર આશરે પાંચ બાઈક ચાલકોએ છાકટા બની સાયલેન્સર ના ફટાકડાં ઓના ધડાકાઓ સાથે જાહેર માર્ગો પર સીનસપાટા મારી સ્વૈચ્છીક લોકડાઉન ના લીરા ઉડાવતા લોકોમાં રોષ ફેલાયો હતો. બનાવના પગલે સીટી પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી રાત્રીના ખોટી રીતે છાકટા બની ફરતા બાઈક ચાલકોને ખાખી નો રંગ દેખાડે તેવી માંગ ઉઠવા પામી છે.


Loading...
Advertisement